અમદાવાદ: શહેરના સીટીએમ રામોલ ઓવરબ્રિજ (CTM ramol overbridge acident) પર 15મી ઓગસ્ટની રાત્રે અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં બે બાઈક સામસામે અથડાતા એક 23 વર્ષના બાઈકસવાર યુવકનું મોત થયું છે. જ્યારે બીજા બાઈક પર સવાર દંપતી રોડ પર પટકાતા ગંભીર છે. બંનેને 108ની મદદથી મણિનગરની એલજી હોસ્પિટલ (L G Hospital) સારવારાર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના બનાવ બાદ ટ્રાફિક જામ (traffic Jam) સર્જાયો હતો. ખોખરા પોલીસના (Khokhara police) કાફલાએ ઘટના પર આવીને ટ્રાફિક જામને ખુલ્લો કરીને આઈ ડિવીઝન પોલિસને સુચિત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક યુવકની ઓળખ થઈ શકી નથી

આ અંગે મળતી માહિતી પ્રમાણે,ગઇકાલે રવિવારે રાતના સમયે સીટીએમ રામોલ ઓવરબ્રિજ પર બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક 23 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતક યુવકની હજુ સુધી કોઈ ઓળખ થઈ શકી નથી. તેની બાઇકનાં નંબર પરથી તેના પરિવાર સુધી પહોંચી શકાશે. જ્યારે બીજા બાઈક પરનું દંપતી પર રોડ પર પટકાતા ગંભીર રીતે ઘવાયા હતા. દંપતીની હાલ એલજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ટ્રાફિક જામ સર્જાયો હતો

આ ગોઝારો અકસ્માત થયા બાદ CTM રામોલ ઓવરબ્રિજ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. જેને પગલે ઘટનાસ્થળે પહોંચેલી ખોખરા પોલીસે ભારે જેહમત બાદ ટ્રાફિકને રાબેતા મુજબ કર્યો હતો. અકસ્માત અંગે આઈ ડિવિઝન પોલીસને સૂચિત કરીને ખોખરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વોલ્વો બસે લીધો હતો યુવકનો ભોગ

થોડા દિવસ પહેલા પણ બહેરામપુરા પોલીસ ચોકી પાસે એસ.ટી.બસના ટાયર નીચે કચડાતાં બાઇક ચાલક યુવકનું મોત નીપજ્યું હતું. અકસ્માત થયા બાદ બસ મૂકીને ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો. આ બનાવ અંગે ટ્રાફિક કે ડિવિઝન પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધ્યો હતો. આ કેસની વિગત એવી છે કે, બહેરામપુરા વિસ્તારમાં અમૃતનગર-22ની સામે શિવલાલ ખ્રિસ્તીની ચાલીમાં રહેતા રવિભાઇ હરીભાઇ માકવાણા (ઉ.વ.25) રાતે 8 વાગે મિત્રને બાઇક પર બેસાડીને જમાલપુર શાક માર્કટ ખાતે શાકભાજી લેવા માટે જતો હતો.

જ્યાં બહેરામપુરા પોલીસ ચોકી પાસેથી પસાર થઇ રહ્યો હતો. આ સમયે ભુલાભાઇ ચાર રસ્તા બાજુથી પૂર ઝડપે જી.એસ.આર.ટી.સી વોલ્વો બસ આવી રહી હતી. બસના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી બેસતા બાઇકને ટક્કર મારી હતી. જેથી યુવક બાઇક સાથે રોડ પર પટકાયો હતો અને યુવક ફંગોળાઇને એસટી બસના વ્હીલ નીચે આવી ગયો હતો. જે બાદ તેનું મોત નીપજ્યું હતું.

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights