અમેરિકામાં ક્લાઉડેટ તોફાનને કારણે 10 બાળકો સહિત ઓછામાં ઓછા 12 લોકોનાં મોત નીપજ્યાં છે. દરિયાકાંઠે ઉંચી લહેરો અને ભારે વરસાદના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂરને કારણે ઘણા મકાનો ધરાશાયી થયા હતા. અહીં મોટા પાયે વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે.
મૃતકોમાં સામેલ 8 બાળકો એક વેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે વેન ખાડામાં પડી ગઈ હતી, જેમાં 4 થી 17 વર્ષનાં બાળકોનાં મોત નીપજ્યાં હતાં. બીજા અકસ્માતમાં 2 લોકોનાં મોત નીપજ્યાં.
ભારે પવન અને વરસાદ વચ્ચે થયેલા અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. ઉત્તર જ્યોર્જિયા, કેરોલિના, નોર્થ કેરોલિના, અલબામા અને ફ્લોરિડામાં ઘણા વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી હતી. કોવિડના નિયમોમાંથી મુક્તિ અપાયેલા ઘણા લોકો બીચ પર રજા માણવા પહોંચ્યા હતા, જોકે ચેતવણી બાદ પરત ફરતા સમયે ઘણા લોકો ફસાયા હતા અને દુર્ઘટનાઓનો ભોગ બન્યા હતા.