સુપ્રીપ કોર્ટે મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને આરક્ષણ આપવાને ગેરબંધારણીય ગણાવી છે. આ આરક્ષણ આર્થિક અને સામાજિક પછાતપણાના આધારે આપવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે 50 ટકા આરક્ષણ સીમા નક્કી કરવાના ચુકાદા પર ફરીથી વિચાર કરવાની જરૂરિયાત નથી. મરાઠા રક્ષણ 50 ટકા સીમાનું ઉલ્લંઘન કરે છે. કોર્ટે અંતમાં નોધ્યું કે, અત્યાર સુધી મરાઠા આરક્ષણથી મળેલી નોકરીઓ અને એડમિશન યથાવત રહેશે, જોકે આગળ આરક્ષણ મળશે નહિ.