અમીત પટેલ નડિયાદ
આજે શ્રી અર્જુનસિંહ ચૌહાણજી – કેબિનેટ મંત્રીશ્રી ગુજરાત રાજય અને મારી પાંચમી વખત મુખ્યદંડક પદે નિયુક્તિ થવા બદલ સંયુક્ત “જન આશીર્વાદ યાત્રા” નડિયાદ વિધાનસભા ખાતે યોજાઈ હતી….
સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ખાતે થી યાત્રાનું પ્રસ્થાન થયું હતુ અને વલેટવા, આખડોલ, કેરીઆવી, પીપળાતા, પીપલગ અને નડિયાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કર્યા બાદ સ્વામિનારાયણ મંદિર કોલેજ રોડ ખાતે યાત્રાનું સમાપન થયું હતું….
નડિયાદ વિધાનસભા વિસ્તારમાં વિવિધ જગ્યાએ પ્રજાજનો, સરપંચો, નગરપાલિકાના સભ્યો, સંગઠનના પદાધિકારીઓ-કાર્યકર્તાઓ દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યાત્રાનું અભૂતપૂર્વ સ્વાગત કરાયું હતું અને જન આશીર્વાદ પાઠવ્યા હતા…
આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ અને પ્રભારી શ્રી ગોરધનભાઈ ઝડફિયાજી, પ્રદેશ મંત્રીશ્રી જહાનવીબેન વ્યાસ, શ્રી કેસરીસિંહ સોલંકી ધારાસભ્ય માતર, જિલ્લા અને શહેર સંગઠનના પદાધિકારીઓ-કાર્યકર્તાઓ, અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા….