લોકો જ્યારે ખૂબ મુશ્કેલીમાં મુકાઇ જાય છે અથવા બેરોજગાર, પ્રેમમાં નિષ્ફળ થયા બાદ જ્યારે તેમને કોઈ પણ પ્રકારનો આગામી માર્ગ સૂઝતો નથી તો તેઓ આત્મહત્યા જેવું મોટું પગલું ભરી લે છે પરંતુ શું આત્મહત્યા કરવાથી કોઈ પણ પ્રકારની સમસ્યાનું સમાધાન થઇ જાય છે? નહીં! વ્યક્તિ દ્વારા આત્મહત્યા કર્યા બાદ તેના પરિવાર પર શું વિતે છે એ તો પરિવારના લોકો જ જાણતા હશે. શું આપણામાં મુશ્કેલીનો સામનો કરવાની જરાંય હિંમત નથી? આત્મહત્યા બાદ પોતાના પરિવાર, માતા-પિતા પર શું વિતશે એટલુંય લોકો વિચારે ને તોય કદાચ તેઓ આત્મહત્યા કરવાનું ટાળી શકે. હાલમાં જ એક મોડલે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે.
જોધપુર શહેરની એક મૉડલે રવિવારે રાતાનાડાની એક હૉટલના છઠ્ઠા માળ પરથી છલાંગ લગાવી દીધી. મૉડલની ઓળખ ગુનગુન ઉપાધ્યાયના રૂપમાં કરવામાં આવી છે જે જોધપુર શહેરના માતા કા થાનના રહેવાસી ગણેશ ઉપાધ્યાયની દીકરી છે. ગુનગુન ઉપાધ્યાય રાતાનાડા સ્થિત હૉટલ લોર્ડ્સ ઇનમાં રોકાઈ હતી. હાલમાં તેની એક હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેની હાલત જોખમથી બહાર હોવાની કહેવામાં આવી રહ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ ગુનગુન ઉપાધ્યાય મોડલિંગ કરે છે. શનિવારે તે ઉદયપુરથી જોધપુર ગઈ હતી.
જોધપુર ગયા બાદ તેણે પોતાના પિતાને ફોન કરીને જણાવ્યું કે આત્મહત્યા કરવા જઈ રહી છે. બસ મારો ચહેરો જોઈ લેજો. ત્યારબાદ ગણેશ ઉપાધ્યાયે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો. જાણકારી મળ્યા બાદ ACP દેરાવર સિંહે ફોન નંબરના આધાર પર મૉડલ ગુનગુન ઉપાધ્યાયનું લોકેશન કાઢ્યું. પછી પોલીસ રાતાનાડા વિસ્તારની હૉટલે પહોંચી. એ પહેલા જ ગુનગુન ઉપાધ્યાયે હૉટલના છઠ્ઠા માળ પરથી છલાંગ લગાવી દીધી હતી અને તે નીચે પડતા જ બેહોશ થઈ ગઈ હતી. જોકે તેને તાત્કાલિક મથુરદાસ માથુર હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવી હતી.
હૉસ્પિટલના ડૉક્ટરે જણાવ્યું કે મોડલ ગુનગુનની ચેસ્ટ સાથે તેના પગમાં ફ્રેક્ચર છે. અત્યારે તેની સ્થિતિ ખૂબ ગંભીર છે પરંતુ આત્મહત્યા કરવાનો પ્રયત્ન શા માટે કર્યો તેની જાણકારી હજુ સામે આવી નથી. ગુનગુન ઉપાધ્યાય ઊંચાઈથી નીચે પડવાના કારણે ખૂબ લોહી નીકળ્યું છે. સતત ડૉક્ટરોની ટીમ બ્લડ ચડાવી રહી છે. મોડલ ગુનગુન ઉપાધ્યાયના પિતા જોધપુરમાં માર્કેટમાં વ્યવસાયી છે. હાલમાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ જણાવ્યું કે અત્યારે ગુનગુન ઉપાધ્યાય કશું જ બતાવવાની સ્થિતિમાં નથી. હોશમાં આવ્યા બાદ જ કારણોનો ખુલાસો થશે.