દેશમાં કોરોનાના ઘટતા કેસો વચ્ચે આરોગ્ય મંત્રાલાયના સંયુક્ત સચિવ લગ અગ્રવાલે શુક્રવારના જણાવ્યું હતું કે, અમે 3 મેથી રિકવરી રેટમાં વધારો જોઈ રહ્યા છીએ, જે અત્યારે 96 ટકા છે. તેમણે કહ્યું કે, અમે સક્રિય કેસમાં પણ ઘટાડો જોઈ રહ્યા છીએ. 11 જૂનથી 17 જૂન દરમિયાન, 513 જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 5 ટકાથી ઓછી છે.
છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસની સંખ્યા ઘટીને 7,98,656 થઈ ગઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. છેલ્લા 3 દિવસમાં, સક્રિય કેસની સંખ્યામાં 1,14,000 નો ઘટાડો થયો છે. દરરોજ લગભગ 18.4 લાખ કોરોના પરીક્ષણ કરવામાં આવે છે.