નવી દિલ્હી : આજ-કાલ મોટા ભાગના લોકો ઓનલાઇન બેંકિંગ કરી રહ્યા છે. તેવામાં ઘણા લોકો તેની સાથે સંકળાયેલા ફ્રોડનો શિકાર બને છે. હવે ગૃહમંત્રાલયે આ માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. ભારતે ડિજિટલ વિશ્વમાં પગ મેળવવાની શરૂઆત કરી હતી. હવે સરકાર ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને પ્રોત્સાહન આપી રહી છે. બેંકોની લાઇન ઓછી કરવામાં આવી છે. મોબાઇલ એક બેંક બની ગઈ છે. લાખો-કરોડો રૂપિયાની લેતી-દેતી ગણતરીની સેકેન્ડમાં થઈ જાય છે. પરંતુ જેને તેની બહુ ઓછી સમજ છે તે પણ છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. આવી ગેંગ દેશ અને વિશ્વના દરેક ખૂણામાં સક્રિય છે.
સાઇબર ફ્રોડમાં નાણાકીય છેતરપિંડીની તેમજ બ્લેકમેલિંગ જેવા ગુનાવો સામેલ છે. પોલીસની પાસે ઓનલાઇન છેતરપિંડીની અનેક ફરિયાદો મળી રહે છે. તેથી હવે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેની સાથે જોડાયેલા મામલાની ફરિયાદ પ્રક્રિયાને હળવી બનાવી દીધી છે. આજે એક રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર સક્રિય કરી દેવામાં આવ્યો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય અનુસાર જો કોઈ વ્યક્તિ સાયબર ફ્રોડનો શિકાર બને છે, તો તે 155260 પર ફોન કરી ફરિયાદ નોંધાવી શકે છે. લોકોને આર્થિક નુકસાન ન થાય તે માટે મંત્રાલયે આ પગલું ભર્યું છે. ફરિયાદ નોંધાયાની સાથે જ કાર્યવાહી શરૂ કરવામાં આવશે.