કોરોના વાયરસની બીજી લહેર ની વચ્ચે લોકો બાળકો ને લઈ ખૂબ ચિંતિત છે. અનેક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કોરોનાની ત્રીજી લહેર વધુ ખતરનાક હશે, જેમાં બાળકો પણ સંક્રમિત થશે. આ દરમિયાન દેશના પીડિયાટ્રિક્સ એસોસિએશન ઈન્ડિયન અકેડમી ઓફ પીડિયાટ્રિક્સ એ કહ્યું છે કે હજુ સુધી 90 ટકા બાળકોમાં કોરોના સંક્રમણ હળવું કે એસિમ્ટોએામેટિક રહ્યું છે. એવું જરૂરી નથી કે કોરોનાના થર્ડ વેવ બાળકોને પ્રભાવિત કરશે જ.
IAPએ એડવાઇઝરી જાહેર કરતાં કહ્યું કે હજુ સુધી ખૂબ ઓછી સંખ્યામાં બાળકો કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. બાળકોનું ઇમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે. પહેલા અને બીજા વેવના આંકડા મુજબ, ગંભીર રીતે સંક્રમિત બાળકોને પણ ICUની જરૂર નથી પડી. જો કોરોનાની ત્રીજી લહેર આવે છે તો તે નબળી ઇમ્યૂનિટીવાળા બાળકો સંક્રમિત થઈ શકે છે.
IAPએ કોરોનાના વધતા કેસોને જોતાં સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે જ 2થી 5 વર્ષના બાળકોને માસ્ક પહેરવાની ટ્રેનિંગ આપવી જોઈએ. IAPએ કહ્યું છે કે વયસ્ક લોકોને કોવિડને લઈ ખાસ સાવધાની રાખવી પડશે. સ્કૂલોને સેફ્ટીની સાથે ફરી શરૂ કરવાને લઈ ગાઇડલાઇન્સ પણ જાહેર કરવામાં આવી છે. IAPએ બાળકોના વડીલોને સલાહ આપી છે કે તેઓ બાળકોની માનસિક સ્થિતિ પર નજર રાખે. બાળકોનું વર્તન હિંસક ન હોવું જોઈએ.
IAPએ કહ્યું કે, હજુ સુધી એવી કોઈ દવા નથી આવી જે બાળકોને કોરોના સંક્રમિત થવાથી બચાવી શકે. હજુ માત્ર વયસ્કો માટે જ વેક્સીનેશન શરૂ થયું છે. બાળકોમાં તાવ કોરોનાથી આવ્યો છે કે બીજું કોઈ ઇન્ફેક્શન છે, તે જાણવું ખૂબ મુશ્કેલ છે. પરંતુ હાલના દિવસોમાં જો તાવ, ઉધરસ, શરદી થાય છે તો પરિવારમાં કોઈ બીજી વ્યક્તિને કોરોના થયો છે તો માનવામાં આવે છે કે બાળકો પણ સંક્રમિત થયા હશે.