સોમવારે દેશના મહાનગરોમાં એક કિલો ટામોટાનો ભાવ રોકેટ ગતિએ વધીને રુ. 93 ઉપર પહોંચી ગયો હતો. જો કે દેશના કેટલાંક ભાગોમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાક ધોવાઇ ગયા હોવાથી મંડીઓમાં પણ ફળો અમે શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
કોલકાતા જેવા મહાનગરમાં સોમવારે એક કિલો ટામેટા રુ. 93ના ભાવે વેચાયા હતા જ્યારે ચેન્નાઇમાં પ્રતિ કિલો ભાવ રુ. 6૦, દિલ્હીમાં રુ. 59 અને મુંબઇમાં રુ. 53 નાભાવે ેક કિલો ટામેટાનું વેચાણ થયું હતું. કેન્દ્રિય ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા બહાર પડાયેલી આંકડાકીય માહિતી મુજબ દેશના 175 શહેરો પૈકી 5૦ શહેરોમાં છૂટક એક કિલો ટામેટાનો ભાવ રુ. 5૦ બોલાયો હતો.
જો કે કોલકાતાના જથ્થાબંધ માર્કેટમાં પણ એક કિલો ટામેટાનો ભાવ રુ. 84 બોલાયો હતો, જ્યારે ચેન્નાઇના જથ્થાબંધ માર્કેટમાં રુ. 52, મુંબઇના માર્કેટમાં રુ. 3૦ અને દિલ્હીના જથ્થાબંધ માર્કેટમાં રુ. 29.5૦નો ભાવ બોલાયો હતો.
શાકભાજીની વ્યાપક પ્રમાણમાં બાગાયતી ખેતી કરનારા કેટલાંક રાજ્યોમાં આ વર્ષે થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાક ધોવાઇ ગયા હતા જેના પગલે બજારમાં શાકભાજીની આવકમાં ઘટાડો નોંધાયો હતો અને લોકોની માંગ યથાવત રહી હતી.
મુંબઇના જથ્તાબંધ માર્કેટમાં 16 ઓક્ટોબરના રોજ 241 ટન ટામેટાની આવક નોંધાઇ હતી, જ્યારે તેના એક સપ્તાહ અગાઉ 29૦ ટનની આવક નોંધાઇ હતી. દિલ્હીના જથ્થાબંધ બજારમાં ટામેટાની આવક 528.9 ટન નોંધાઇ હતી જ્યારે કોલકાતાના બજારમાં 545 ટનની આવક નોંધાઇ હતી એમ કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી આંકડાકીય માહિતીમાં કહેવામાં આવ્યું હતું.
વરસાદના કારણે અમને મંડીમાંથી પણ સારી ગુણવત્તા ધરાવતો માલ મળતો નથી. ગ્રાહકો તો સારી ગુણવત્તા ધરાવતા ટામેટા જ ખરીદે છે, સડેલા ટામેટાને તો કોઇ હાથ પણ લગાડતુ નથી જેના કારણે અમને આર્થિક નુકસાન થાય છે. આ નુકસાનને સરભર કરવા અમે ભાવ થોડો વધુ રાખીએ છીએ એમ દિલ્હીનિા કારોલબાગમાં આવેલા શાકમાર્કેટના વેપારી શિવલાલ યાદવે કહ્યું હતું.