લોટરીનો ખેલ પણ ગઝબનો ખેલ છે. જો નસીબ સાથ આપે તો કોઈ પણ રાતોરાત રંક માંથી રાજા બની જાય છે. એક મહિલા સાથી અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ઘટના ત્યારે બની જયારે તેને લોટરી લાગી. મહિલાને ૧૯૦ કરોડ રૂપિયાની લોટરી લાગી હતી. પરંતુ એક ભૂલને કારણે આ મહિલાને લોટરીનો એક પણ રૂપિયો ન મળ્યો.
લોટરી
આ મામલો અમેરિકાના કેલિફોર્નિયાનો છે. અહી એક મહિલાએ લોટરીની ટીકીટ ખરીદી હતી. ગત નવેમ્બરમાં ખરીદવામાં આવેલ આ ટીકીટ પર ૨૬ મિલિયન ડોલર એટલે કે લગભગ ૧૯૦ કરોડ રૂપિયાનું ઇનામ લાગ્યું હતું. હમણાં જ ઇનામની રકમ લેવાની અંતિમ તારીખ હતી પરંતુ કોઈ આ લોટરીનો દાવો કરવા જ ન આવ્યું.
મીડિયા અહેવાલ મુજબ, મહિલાને પહેલા ખબર જ ન પડી કે તે આ લોટરી જીતી ચુકી છે. જયારે તેને ખબર પડી તો તાબડતોડ લોટરીના પૈસા લેવા માટે પહોંચી. પરંતુ અહી જે થયું તેનાથી ન માત્ર લોટરી કાઢનાર કંપની દુવિધામાં પડી ગઈ પરંતુ અહીના અધિકારીઓ પણ હેરાન થઇ ગયા.
થયું હતું એવું કે મહિલાએ જે ટીકીટ ખરીધી હતી તે ધોવાઈ ગઈ હતી. મહિલાની ભૂલને કારણે તેને ટીકીટ લોન્ડ્રીમાં નાખી દીધી હતી. તે ટીકીટ ખરાબ થી ગઈ હતી. તે વગર ટીકીટે કંપની પાસે પૈસા લેવા આવી પહોંચી હતી. પરંતુ મહિલાએ એક વસ્તુ સાચી કરી હતી કે ટીકીટનો નંબર નોટ કરી રાખ્યો હતો.
અહેવાલ મુજબ , સ્ટોરના કર્મચારીએ જણાવ્યું હતું કે તેણે ટીકીટ ખરીદી અને તેનો નંબર લખી લીધો હતો. ત્યારબાદ તે ટીકીટ પેન્ટના ખીચામાં મુકીને ભૂલી ગઈ. થોડા દિવસો પછી તેણે પેન્ટ લોન્ડ્રીમાં ધોવા માટે નાખી દીધું. જેને કારણે તે ટીકીટ ખરાબ થઇ ગઈ.