ભારત સહિત વિશ્વના દેશોમાં ઓમિક્રૉન વેરિયન્ટની દહેશતનાં કારણે આખી દુનિયાનાં અનેક દેશોમાં ચિંતા વધી રહી છે. બ્રિટન જેવા દેશોમાં તેજીથી કેસ વધી રહ્યા છે જેના કારણે ફરી એકવાર કોરોના વાયરસની લહેર આવે તેવી આશંકા છે. ભારતમા પણ ઓમિક્રૉન વેરિયન્ટનાં કેસ વધી રહ્યા છે ત્યારે નેધરલેન્ડમાં આખા દેશમાં તાળાબંધીની જાહેરાત કરવામાં આવી છે.
નેધરલેન્ડમાં લૉકડાઉનની વચ્ચે બ્રિટનમાં પણ વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે જૉ અહિયાં લૉકડાઉન કરવામાં નહીં આવે તો ઓમિક્રૉનથી ચાર હજાર લોકોનાં મોત થઈ જશે. નેધરલેન્ડની સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસનાં નવા વેરિયન્ટ ઓમિક્રૉનનો પ્રસાર રોકવા માટે તથા આગામી લહેરને આવતી જોઈને યુરોપના બધા દેશોએ કડક પગલાં ભરવાની જરૂર છે.
દેશ આખામાં તાળાબંધી
કાર્યવાહક પ્રધાનમંત્રી માર્ક રૂટે શનિવારે રાતે આવીને જાહેરાત કરી કે નેધરલેન્ડમાં શાળા, કોલેજ, દુકાનો અને રેસ્ટોરન્ટ આગામી 14મી જાન્યુઆરી સુધી બંધ કરવામાં આવે છે. ક્રિસમસ પર ચાર જ મહેમાનોને આવવા માટેની પરવાનગી આપવામાં આવી રહી છે.
પાંચમી લહેર આવી રહી છે
પ્રધાનમંત્રીએ કહ્યું કે આખા દેશમાં ફરીથી લૉકડાઉન કરવામાં આવી રહ્યું છે કારણ કે ઓમિક્રૉન વેરિયન્ટનાં કારણે પાંચમી લહેર આવી શકે છે.
યૂરોપમાં સૌથી વધારે દહેશત
નોંધનીય છે કે ફ્રાંસ, સાયપ્રસ અને ઑસ્ટ્રિયા જેવા દેશોમાં પણ કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ડેન્માર્કમાં પણ અનેક સ્થળો પર તાળાબંધીનાં આદેશ આપવામાં આવ્યા છે. આયર્લેન્ડનાં પણ આવા જ હાલ થયા છે.