વોર્નરે ૪૪ બોલમાં અણનમ ૭૦ અને ફિન્ચે ૪૦ બોલમાં અણનમ ૬૧ રન ફટકારતાં ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકા સામેની શ્રેણીની પ્રથમ ટી-૨૦માં ૧૦ વિકેટથી વિજય મેળવી લીધો હતો. જીતવા માટેના ૧૨૯ના ટાર્ગેટને ઓસ્ટ્રેલિયાએ ૧૪ જ ઓવરમાં વિના વિકેટે પાર પાડયો હતો.
અગાઉ હેઝલવૂડે ચાર અને સ્ટાર્કે ત્રણ વિકેટ ઝડપતાં શ્રીલંકાની ટીમ ૧૨૮ રનમાં ખખડી ગઈ હતી.ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. એક તબક્કે ૧૦૦/૧ વિકેટ ગુમાવનારી શ્રીલંકાની ટીમે આખરી ૯ વિકેટ માત્ર ૨૮ રનમાં ગુમાવી હતી.
અસાલાન્કાએ સૌથી વધુ ૩૮ રન કર્યા હતા. નિસાંકા અને ગુણાથિલાકાની જોડીએ ૩૯ રનની ભાગીદારી કરી હતી. નિસાંકા અને અસાલાન્કાની જોડીએ સ્કોરને ૧૦૦ સુધી પહોંચાડયો હતો. જોકે સ્ટાર્કે નિસાંકાને આઉટ કરતાં જ શ્રીલંકાનો ધબડકો શરૃ થયો હતો.