Sun. Dec 22nd, 2024

ઓસ્ટ્રેલિયાની ટીમમાં 19 વર્ષીય ભારતીય મૂળનો લેગ બ્રેક બોલર તનવીર સંઘા પણ જગ્યા મેળવવામાં સફળ રહ્યો છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) એ સોમવારે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે પોતાની 23 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ઓસ્ટ્રેલિયાની ટીમ 5 ટી20 અને ત્રણ વનડે મેચોની સિરીઝ રમશે. તેની શરૂઆત 10 જુલાઈથી થશે.

ઓસ્ટ્રેલિયાની ટીમમાં 19 વર્ષીય ભારતીય મૂળનો લેગ બ્રેક બોલર તનવીર સંઘા પણ જગ્યા મેળવવામાં સફળ રહ્યો છે. તનવીર પહેલા ભારતીય મૂળનો ગુરિંદર સંધુ ઓસ્ટ્રેલિયા માટે 2015માં રમ્યો હતો. આ સિવાય સ્ટુઅર્ટ ક્લાર્ક અને બ્રેન્સલબી કૂપરનો જન્મ ભારતમાં થયો હતો. તનવીરની ઓસ્ટ્રેલિયાના ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર સફર રહી છે.

સંઘાએ બીબીએલમાં લીધી હતી 21 વિકેટ

સંઘા બિગ બેશ લીગ ની 10મી સીઝનમાં સિડની થંડર્સ તરફથી રમ્યો હતો. તેણે પ્રથમ સીઝનમાં 15 મેચોમાં 21 વિકેટ ઝડપી હતી. આ લેગ સ્પિનરની અત્યારથી ખુબ પ્રશંસા થઈ રહી છે. તે નિયંત્રણની સાથે બોલિંગ કરે છે અને તેના પ્રદર્શનમાં સાતત્યતા છે.

Related Post

Verified by MonsterInsights