દેશમાં ઓમીક્રોન વાયરસના વધી રહેલા કેસને ધ્યાને લઈને કાનપુર IITના સિનિયર પ્રોફેસર મણીંન્દ્ર અગ્રવાલે પોતાનો મત વ્યક્ત કર્યો છે. તેમણે એવો દાવો કર્યો છે કે, ફેબ્રુઆરી મહિનામાં ઓમીક્રોન વેરિયંટના કેસ પિક પર રહેશે. પણ રાહતની વાત એ છે કે, દર્દીઓની સંખ્યા બીજી વેવ જેટલી નહીં વધે. એટલું જ નહીં દર્દીઓને હોસ્પિટલમાં એડમીટ થવું નહીં પડે. ફેબ્રુઆરી બાદ ઓમીક્રોનની લહેર ધીમે ઓછી થઈ જશે.
ગણિતીય મોડેલના આધાર પર સાઉથ આફ્રિકાની તુલનામાં ભારતની સ્થિતિ સારી છે. તેમણે એવું પણ કહ્યું કે, બંને દેશની સ્થિતિ, વસ્તી અને કુદરતી રોગપ્રતિકારકશક્તિ એક સમાન છે. સાઉથ આફ્રિકામાં તા.17 ડીસેમ્બરના રોજ ઓમીક્રોન પિક પર હતો. હવે ત્યાં ઓમીક્રોનના કેસ ઘટી રહ્યા છે. એ પણ ઝડપથી લોકો સાજા થઈ રહ્યા છે. સાઉથ આફ્રિકામાં નેચરલ ઈમ્યુનિટી આશરે 80 ટકા છે.
જેના આધારે પ્રોફેસર અગ્રવાલે જણાવ્યું કે, સાઉથ આફ્રિકાની જેમ ઈન્ડિયામાં પણ ઓમીક્રોનના કેસ વધશે. પણ મોટાભાગના દર્દીઓને હોસ્પિટલમાં એડમીટ થવું નહીં પડે. યુરોપમાં નેચરલ ઈમ્યુનિટી ઓછી છે. તેથી ત્યાં કેસ વધારે છે. અગ્રવાલે એવું પણ કહ્યું પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીથી ઓમીક્રોનના કેસ વધવાની આશંકા છે. પણ મને ચૂંટણીને લઈને બીજી કોઈ ખબર નથી. એટલું અવશ્ય કહી શકું કે, બીજી વેવ જે ડેલ્ટાની હતી એ સમયે પણ ચૂંટણી જ હતી. પરિસ્થિતિને ધ્યાને લઈને ચૂંટણી પંચે આગાંમી ચૂંટણી માટે નિર્ણય લેવા જોઈએ. ત્રીજી વેવ ફેબ્રુઆરીમાં જોવા મળશે. જ્યારે કેસ પિક પર રહેશે.
પ્રોફેસર અગ્રવાલની ભવિષ્યવાણી પહેલી અને બીજી વેવમાં પણ સારી પુરવાર થઈ હતી. જે એકદમ સચોટ અને સ્પષ્ટ હતી. કાનપુર IITના પ્રોફેસરે ત્રીજી વેવથી બચવા માટે પણ કહ્યું છે. તેમણે એવી ચોખવટ કરી કે, લોકોએ પોતાના ઘરમાં નવા વર્ષનું સેલિબ્રેશન કરવું જોઈએ. બને ત્યાં સુધી ભીડ ન કરવી જોઈએ. જ્યાં ભીડ હોય ત્યાં જવાનું ટાળવું જોઈએ. બાળકો જ નહીં દરેક વ્યક્તિએ માસ્ક પહેરવું જોઈએ. સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ. કોરોના વાયરસની બીજી વેવ વખતે ભયાનક સ્થિતિ જોવા મળી હતી. ત્રીજી વેવના ભણકારા વાગી રહ્યા છે એવામાં કેન્દ્રીય આરોગ્ય સચીવે દરેક રાજ્યના આરોગ્ય વિભાગને એક પત્ર લખ્યો છે.