Sat. Dec 21st, 2024

કામની ટીપ્સ: મોબાઇલમાં નેટ સ્પીડ ધીમું થઈ જાય છે, તમે માત્ર થોડી ટીપ્સ દ્વારા જ નેટ સ્પીડ વધારી શકો છો. જાણો શું છે આ ટ્રીક્સ

જો તમારે નેટ સ્પીડમાં સમસ્યા આવે તો હેરાન પરેશાન થવાની જરૂર નથી. તમે માત્ર થોડી ટીપ્સ દ્વારા જ નેટ સ્પીડ વધારી શકો છો. જાણો શું છે આ ટ્રીક્સ.

કોરોના અને લોકડાઉનના આ સમયમાં મોટાભાગે લોકો મોબાઈલ અને લેપટોપની સ્ક્રીન આગળ જોવા મળે છે. આવા સમયે અખો દિવસ નેટ વપરાસ ચાલુ રહે છે. ત્યારે ઘણી વાર નેટની સ્પીડને લઈને પણ સમસ્યાઓ ઉભી થતી હોય છે. પરંતુ હવે જો નેટ સ્પીડમાં સમસ્યા આવે તો હેરાન પરેશાન થવાની જરૂર નથી. તમે માત્ર થોડી ટીપ્સ દ્વારા જ નેટ સ્પીડ વધારી શકો છો.

મોબાઇલ ઇન્ટરનેટની સ્પીડ વધારવા માટે સમય-સમયે Cache ફાઈલ ક્લીયર કરતા રહો. જો તમે આ નથી કરતા તો ફોનમાં ઘણી Cache ફાઈલ ભરાઈ જાય છે. જેને કારણે તમારો ફોન પણ સ્લો પડી જાય છે. જેનાથી ઇન્ટરનેટની સ્પીડને પણ અસર પડે છે. તેથી હંમેશા સમય સમય પર Cache ક્લીયર કરવાનું યાદ રાખો.

APN પર ધ્યાન આપો

ઈન્ટરનેટની સ્પીડ વધારવા માટે ખાસ કરીને Access Point Network એટલે કે APN પર વિશેષ ધ્યાન આપાવાની જરૂર છે. APN નું સેટિંગ સાચી રીતનું હોવું ખુબ જરૂરી છે. નહીં તો નેટની સ્પીડ ખુબ ઘટી જશે. આ માટે તમે Access Point Network એટલે કે APN ને મેન્યુઅલ રીતે પણ સેટ કરી શકો છો.

સોશિયલ મીડિયા એપને બેકગ્રાઉન્ડમાં ચાલુ ના રાખો

ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટા જેવા ઘણા સોશિયલ મીડિયા એપના કારણે નેટ પર અસર પડે છે. કેમ કે આ એપ વધુ ડેટા વપરાસ કરે છે. આવામાં સેટિંગમાં જઈને તમે ઓટો પ્લે એન્ડ ડાઉનલોડનો ઓપ્સન બંધ કરી શકો છો. તેમજ બ્રાઉઝરમાં ડેટા સેવ મોડનો ઓપ્સન પણ કરી શકો છો. આનાથી બેકગ્રાઉન્ડમાં વપરાતો ડેટા બચી જશે.

આ રીતે વધારો નેટ સ્પીડ

જો તમારા મોબાઈલનું ઇન્ટરનેટ ધીમું ચાલી રહ્યું છે, તો પહેલા ફોનની સેટિંગ્સ તપાસો. ફોન સેટિંગ્સ પર જાઓ અને નેટવર્ક સેટિંગ્સ પર ટેપ કરો.

ઓટો અપડેટ્સ બંધ કરો

ઓટો અપડેટને કારણે પણ ઇન્ટરનેટની સ્પીડ ધીમી પડે છે. કારણ કે ડિવાઇસ આપમેળે ગૂગલ પ્લે સ્ટોર પરથી અપડેટ્સ ડાઉનલોડ કરવાનું શરુ કરી દે છે. આ ઇન્ટરનેટની સ્પીડ ધીમી કરી દે છે. તેથી ડેટાની ગતિ વધારવા માટે ઓટો ડાઉનલોડ અપડેટ્સને બંધ રાખો. તેનાથી ઇન્ટરનેટની સ્પીડ વધશે.

 

Related Post

Verified by MonsterInsights