કેન્દ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ નિશંક આજે 17 મે 2021ના રોજ રાજ્યોના શિક્ષણ સચિવ સાથે વાતચીત કરશે. રાજ્યોના શિક્ષણ સચિવ સાથે શિક્ષણ મંત્રીની મીટિંગ સવારે 11 વાગે વર્ચ્યુઅલી થશે. આ મીટિંગનો ઉદેશ્ય કોરોના મહામારીની સ્થિતિ ઓનલાઇન એજ્યુકેશનની સમીક્ષા કરવી અને રાષ્ટ્રીય શિક્ષા નીતિ (NEP)ની તૈયારીનુ નિરીક્ષણ કરવાનો છે.
માનવામાં આવી રહ્યુ છે આ મીટિંગમાં શિક્ષા મંત્રી રાજ્યોના શિક્ષા વિભાગ દ્વારા કોરોના દરમિયાન વિધાર્થીઓના શિક્ષણ માટે તૈયારીઓ વિશે નિરીક્ષણ લઇ શકે છે. કોરોના મહામારીની બીજી લહેરને જોતા શિક્ષા મંત્રાલયે સીબીએસઇ ધોરણ 10ની પરીક્ષા રદ્દ કરી છે અને 12 માં ધોરણની પરીક્ષા સ્થગિત કરી દેવામાં આવી છે. ડૉ. રમેશ પોખરિયાલની આ વર્ચ્યુઅલ મીટિંગમાં શિક્ષણ સચિવ તરફથી સીબીએસઇ 12 પરીક્ષાઓની તારીખ અને મોડ વિશે ચર્ચા થઇ શકે છે.
આ વિશે શિક્ષણ મંત્રી નિશંકે દ્વારા સોશિયલ મીડિયામાં જાણકારી આપવામાં આવી તેમણે લખ્યુ કે હું 17 મે સવારે 11 વાગે રાજ્યોની શિક્ષણ સચિવ સાથેની બેઠકમાં ભાગ લઇશ. આગળ તેમણે લખ્યુ કે આ મીટિંગનો ઉદેશ્ય કોવિડ સ્થિતિ, ઓનલાઇન એજ્યુકેશન અને એનઇપી પર ચાલી રહેલા કામની સમીક્ષા કરવાનો રહેશે.