કેન્દ્ર સરકારનો દાવો છે કે જુલાઈ અથવા ઓગસ્ટની શરૂઆત સુધીમાં દેશમાં Coronaની પૂરતી રસી હશે અને દૈનિક એક કરોડ લોકોને રસી આપવામાં આવશે. હાલમાં દેશમાં કોવેક્સિન, કોવિશિલ્ડ અને સ્પુટનિક-વીની મદદથી રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
ભારતમાં Corona રોગચાળાની બીજી લહેર નોંધપાત્ર રીતે ધીમી પડી છે. જેમાં 7 મેના રોજ મહત્તમ સ્તર નોંધાયેલા Corona ના કેસમાં લગભગ 69 ટકાનો ઘટાડો થયો છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ માહિતી આપી છે. તેમજ સરકારનું કહેવું છે કે ટૂંક સમયમાં જ રસીની અછત દૂર થશે.
કેન્દ્ર સરકારનો દાવો છે કે જુલાઈ અથવા ઓગસ્ટની શરૂઆત સુધીમાં દેશમાં Corona ની પૂરતી રસી હશે અને દૈનિક એક કરોડ લોકોને રસી આપવામાં આવશે. હાલમાં દેશમાં કોવેક્સિન, કોવિશિલ્ડ અને સ્પુટનિક-વીની મદદથી રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
વેક્સિનના સમય પત્રકમાં કોઇ ફેરફાર નહિ
ડો. બલરામ ભાર્ગવે જણાવ્યું કે કોવિશિલ્ડ અને કોવેક્સિન રસી ના ડોઝના સમયપત્રકમાં કોઈ ફેરફાર નથી. બીજી તરફ લોકડાઉન અંગે સરકાર કહે છે કે જિલ્લાઓને ખોલવા માટે કોરોના ઇન્ફેક્શનનો દર એક અઠવાડિયા માટે પાંચ ટકાથી ઓછો હોવો જોઈએ.
સરકારના જણાવ્યા અનુસાર દેશના 344 જિલ્લાઓમાં કોરોના કેસનો ચેપ દર પાંચ ટકાથી ઓછો છે.મંત્રાલયે કહ્યું છે કે ગયા અઠવાડિયાથી 30 રાજ્યોમાં કોવિડ -19 ની સારવાર હેઠળના કેસોમાં ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત જુલાઈના મધ્ય કે ઓગસ્ટ સુધી આપણી પાસે દરરોજ 1 કરોડ લોકોને વેક્સિન આપવા માટે સ્ટોક હશે.
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે દેશમાં કોરોના રસીની ઉપલબ્ધતા અંગે માહિતી આપતા એનઆઈટીઆઈ(NITI)આયોગના સભ્ય ડો. વી.કે.પૉલે જણાવ્યું હતું કે ભારતમાં ટૂંક સમયમાં 4 નવી રસી(Vaccine)આવી રહી છે. તેમણે એમ પણ માહિતી આપી હતી કે વધતા જતા ઉત્પાદનની સાથે સાથે કેન્દ્ર સરકાર દરરોજ 1 કરોડ લોકોને રસી આપવાની તૈયારી કરી રહી છે.
રાજ્યો તરફથી રસીના અભાવની ફરિયાદો વચ્ચે તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારો કુલ ઉત્પાદના 25 ટકા હિસ્સો ખરીદે છે.
કેન્દ્ર સરકાર દેશમાં ઉત્પન્ન થતી રસીના 50 ટકા ખરીદી કરશે
ડો. વી.કે.પૉલે કહ્યું, “રાજ્યો અમારી રસી ઉત્પાદન ક્ષમતાને જાણે છે. જ્યારે તેઓએ કહ્યું કે તેઓ રસી પ્રાપ્તિમાં રાહત ઇચ્છે છે, ત્યારે નવી સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી – કેન્દ્ર સરકાર દેશમાં ઉત્પન્ન થતી રસીના 50 ટકા ખરીદી કરશે, જે રાજ્યોને વિના મૂલ્યે આપવામાં આવશે અને તેને 45+ ના લોકો માટે ઉપયોગમાં લેવામાં આવશે.
જ્યારે બાકીનો 50 ટકા હિસ્સો રાજ્ય સરકારો અને ખાનગી ક્ષેત્ર દ્વારા ખરીદવામાં આવશે.
એક જ દિવસમાં 43 લાખ ડોઝ શક્ય બનાવ્યા છે
રસીકરણની ગતિ વિશે, ડો. વી.કે.પૉલે કહ્યું, “આપણે દરરોજ 1 કરોડ ડોઝ લાગુ કરવાની તૈયારી કરવી પડશે.” આવનારા કેટલાક અઠવાડિયામાં આ શક્ય બનશે. આપણે તેની તૈયારી કરવી પડશે. અમે એક જ દિવસમાં 43 લાખ ડોઝ શક્ય બનાવ્યા છે આપણે તેને આવતા ત્રણ અઠવાડિયામાં 73 લાખ લઈ જવા જોઈએ. આ હાંસલ કરવા માટે આપણે એક સિસ્ટમ બનાવવી પડશે.