Sun. Dec 22nd, 2024

કેપ્ટન સહીત ન્યુઝીલેન્ડના ખેલાડીઓએ 10 મે સુધી ભારતમાં જ રોકાવું પડશે

ન્યુઝીલેન્ડ ક્રિકેટર્સ એસોસિએશનના વડાએ બુધવારે આ માહિતી આપી હતી કે કેન વિલિયમસન સહિત આઈપીએલ 2021 રમનાર ન્યુઝિલેન્ડના ક્રિકેટરો 10 મે સુધી ભારતના સરકાર દ્વારા અધિકૃત કોરોન્ટાઈન સેન્ટરમાં રહેશે. ત્યારબાદ તે બ્રિટન જવા રવાના થશે.

ન્યુઝિલેન્ડ ક્રિકેટ એસોસિએશનના વડા, હીથ મિલ્સે અહેવાલ આપ્યો છે કે – ન્યુઝીલેન્ડના બાકીના ખેલાડીઓ અને સપોર્ટ્સ સ્ટાફ સભ્યો ટીમો સાઠે ચાર્ટર્ડ ફ્લાઇટ્સ પર સ્વદેશ ઉડાન ભરી શકે છે.

હમણાં સુધી ફક્ત બ્રિટિશ નાગરિકોને ભારતથી મુસાફરી કરવાની છૂટ છે પરંતુ સરકારના અધિકૃત કેન્દ્રમાં તેમને દસ દિવસ સુધી કોરોન્ટાઈન રહેવું પડશે. મિલ્સએ ઇએસપીએન ક્રિકઇન્ફોને કહ્યું, ‘યુકેમાં મુસાફરી પ્રતિબંધોને કારણે ક્રિકેટરો 11 મે સુધી જઈ શકશે નહીં. ભારતમાં જ તેને થોડા વધુ દિવસો રાહ જોવાની રહેશે. વિલિયમસન ઉપરાંત ટ્રેન્ટ બોલ્ટ, કાયલ જેમિસન, મિશેલ સેંટનેર, ક્રિસ ડોનાલ્ડસન (ટ્રેનર), ટોમી સિમસેક (ફિઝિયો), લોકી ફર્ગ્યુસન, જિમ્મી નીશમ અને ફિન એલન પણ અહીં છે.

ન્યુઝીલેન્ડની ટીમ 2 જૂનથી ઇંગ્લેન્ડમાં બે મેચની ટેસ્ટ શ્રેણી રમશે. આ પછી 18 જૂનથી સાઉથમ્પ્ટન ખાતે ભારત સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ થશે.

Related Post

Verified by MonsterInsights