જો કે છેલ્લા ઘણા દિવસોથી દેશના ઘણા રાજ્યોમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે, પરંતુ કેરળ સહિતના રાજ્યોમાં વધી રહેલા કોરોના કેસ ચિંતાનો વિષય બન્યા છે. કેરળમાં છેલ્લા 4 દિવસમાં 20,000 થી વધુ કેસ નોંધાયા છે. જે દેશભરમાં નોંધાયેલા કુલ કેસોના આશરે 50 ટકા જેટલા છે. કોરોનાના વધતા જતા કેસોને જોતા કેન્દ્ર સરકાર એક્શન મોડમાં છે.
શનિવારે કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ કેરળ સહિત દશ રાજ્યોમાં સ્થિતિની સમીક્ષા કરશે. રાજેશ ભૂષણ કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, ઓડિશા, આસામ, મિઝોરમ, મેઘાલય અને મણિપુરમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે. પહેલા જ કેન્દ્રએ કેરળમાં નિષ્ણાતોની ટીમ મોકલી દીધી છે. જે રાજ્યમાં કોરોનાના કેસની દેખરેખ રાખશે તેમજ તેને નિયંત્રિત કરવાના પગલાં સૂચવશે.