કેરલામાં કોરોનાના વધતા જતા કેસોના કારણે વધી ચિંતા છે. એક તરફ દેશના બીજા રાજ્યોમાં કોરોનાનુ જોર ઓછુ થઈ રહ્યુ છે ત્યારે કેરાલામાં કોરોનાના કેસ વધી રહ્યા છે.
મંગળવારે કેરાલામાં છેલ્લા 26 દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. કેરાલામાં એક સપ્તાહથી કોરોના કેસ વધી રહ્યા છે. ગયા અઠવાડિયે નવા કેસમાં સાત ટકાનો વધારો જોવા મળ્યો હતો.
ગયા મહિને, 10 જૂને, 14,000 કેસ નોંધાયા હતા અને તે પછી ઓછો થવા માંડ્યા હતા, પરંતુ હવે કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લા એક સપ્તાહમાં, 84,000 નવા કેસ નોંધાયા છે.
મંગળવારે દેશમાં 43,000 નવા કેસ નોંધાયા છે.જેમાંથી 33 ટકા તો એકલા કેરાલાના છે. મંગળવારે, ભારતમાં કોરોનાના કારણે 703 લોકોના મોત થયા છે.જેના પગલે અત્યાર સુધીમાં દેશમાં કોરોનાથી મરનારા લોકોનો આંકડો ચાર લાખ થઈ ચુકયો છે.કોરોનાના કારણે સૌથી વધારે 1.23 લાખ લોકોના મોત મહારાષ્ટ્રમાં થયા છે.