ભોપાલ : મધ્ય પ્રદેશના દમોહ જિલ્લાના પથરિયા વિધાનસભા મતવિસ્તારમાં બસપાના ધારાસભ્ય રામબાઇ સિંઘ અને ગામના લોકો તથા તેમના સમર્થકો પંચાાયત વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે તેમણે આ મુજબનું નિવેદન કરીને વિવાદનો રાજકીય વંટોળ ઉભો કર્યો હતો. તેમની સરાકારી અધિકારીઓ સાથેની વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આ ઘટના પ્રકાશમાં આવી હતી.
મધ્ય પ્રદેશમાં બહુજન સમાજ પાર્ટી (બસપા)ના એક મહિલા ધારાસભ્ય રામબાઇ સિઘે એવું એક નિવદન કર્યું હતું જેના કારણે ભારે વિવાદનો વંટોળ સર્જાયો હતો.તેમનું આ નિવેદન કરતો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં બસપાના નેતાઓને મ્હો સંતાડવુ પડે એવી સ્થિતિ સર્જાઇ હતી. ધારાસભ્યએ સરકારી અધિકારીઓને એમ કહ્યું હતું કે જો કોઇ વ્યક્તિ તેની સ્વેચ્છાએ તમને લાંચ આપે તો તમે તેનો જરૂર સ્વિકાર કરી શકો છો, જેમ લોટમાં ચપટી મીઠું નાંખવામાં આવે તેમ તમે તે લાંચ સ્વિકારી શકો છો પરંતુ જો તમે લોકો પાસેથી તેના ભોજનની આખી થાળી આંચકી લો તે સ્વિકાર્ય નથી.