Corona : સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ જોવા મળ્યો હતો,પરંતુ મે મહિનાની શરૂઆતથી દેશમાં કોરોનાનું સંક્રમણ ઘટતું જોવા મળી રહ્યું છે.
કોરોના બાદ ફંગસની બિમારી ઉપરાંત વધુ કેટલીક બિમારીઓએ માથું ઉંચક્યું છે, જેમાં કોરોનાથી સ્વસ્થ થયેલાં દર્દીઓમાં ત્વચા,વાળ અને નાખુનની ગંભીર બિમારીઓ જોવા મળી રહી છે. ત્યારે આ બિમારીઓને લઈને નિષ્ણાંતોનું કહેવું છે કે, વઘતા બિમારીનાં લક્ષણોને ઓળખીને આ બિમારીમાં ખાસ કાળજી લેવાની જરૂર છે.
હર્પીઝ ઈન્ફેક્શન
હર્પીઝ સિમ્પ્લેક્સ વાયરસ સાથેનું ઈનફેક્શન, જેને સામાન્ય રીતે હર્પીઝ તરીકે ઓળખવામાં આવે છે,આ ઈનફેક્શન તે હર્પીઝ સિમ્પ્લેક્સ વાયરસ 1 (HSV-1)અથવા હર્પીઝ સિમ્પ્લેક્સ વાયરસ 2 (HSV-1)ને કારણે હોઈ શકે છે. હર્પીઝ લેબિઆલિસિસ અન્ય જગ્યાએ અસર કરતા પહેલા ક્લસ્ટરન જોખમ સાથે હોઠની આજુબાજુ થાય છે તે HSV દ્વારા થાય છે.
મહત્વપૂર્ણ છે કે, હર્પીઝ ઈન્ફેક્શનનાં કારણે લોકો ત્વચા,વાળ અને નાખુનનાં રોગોનો શિકાર થઈ રહ્યા છે. ત્યારે નિષ્ણાંતોનું કહેવું છે કે,બિમારીઓનાં લક્ષણને ઓળખીને બિમારીની યોગ્ય સારવાર કરવી જરૂરી છે.
દિલ્હી અને મુંબઇમાં સામે આવી રહ્યા છે નવી બિમારીના કેસ
દિલ્હી, મુંબઇ અને કેટલાક મોટા શહેરોના તબીબોએ જણાવ્યું હતું કે, “ઘણા દર્દીઓમાં ત્વચાની બળતરા સહિતનાં બીમારીઓના લક્ષણો સામે આવી રહ્યા છે, જે દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અથવા ઘરે કોરોનાથી સાજા થયેલા હોય ,તેવા દર્દીઓમાં હર્પીઝ ઈનફેકશન જોવા મળી રહ્યું છે.”
દિલ્હીનાં ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલનાં વરિષ્ઠ ત્વચા નિષ્ણાંત ડી.એમ.મહાજનનું કહેવું છે કે, કેટલાક દર્દીઓ ભૂતકાળમાં પણ આ બિમારીથી પીડિત હોય તેવા કેસ જોવા મળી રહ્યા છે, જ્યારે ઘણા દર્દીઓમાં આ સમસ્યા પહેલી વાર બહાર આવી છે અને બંને કિસ્સાઓમાં, આ સમસ્યા નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે થઈ રહી છે.
મુંબઇનાં ત્વચા રોગ અને વાળ ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો.સોનાલી કોહલી કહે છે કે ,કોરોનાથી નબળી રોગપ્રતિકારક શક્તિને લીધે ઘણા દર્દીઓમાં ત્વચા, વાળ અને નખના રોગો સામે આવી રહ્યા છે. વધુમાં જણાવ્યું કે, નાખુનનાં રોગમાં દર્દીઓમાં મેલાનોનિચેઆ અથવા બીઓ લાઇનો પણ જોવા મળી રહી છે.
સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના સલાહકાર કોહલીનું કહેવું છે કે, વાળ ખરવાના કિસ્સામાં દર્દીઓએ તાત્કાલિક નિષ્ણાતોની સલાહ લેવી જોઈએ કારણકે આ બિમારી આગળ જઈને દર્દી માટે જોખમી સાબિત થઈ શકે છે.