દેશભરમાં કોરોના વેક્સીનના ચાલી રહેલા અભિયાન વચ્ચે મહારાષ્ટ્રના નાસિકના એક રહેવાસીએ આશ્ચર્યજનક અને અભૂતપૂર્વ દાવો કર્યો છે.71 વર્ષીય સિનિયર સિટિઝન જગન્નાથ સોનારનુ કહેવુ છે કે, વેક્સીનના બે ડોઝ લીધા બાદ હવે મારા શરીરમાં ચુંબકિય પ્રભાવ ઉભો થયો છે. જેના પગલે મારા શરીર પર સ્ટીલના વાસણો ચોંટી જાય છે. સોશિયલ મીડિયા પર આ સિનિયર સિટિઝનનો વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. તેમાં જોઈ શકાય છે કે, શરીર પર સ્ટીલના વાસણો ચોંટી જાય છે.એ પછી હવે ડોકટરો પણ તેની પાછળનુ સત્ય જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
જગન્નાથ સોનારે તાજેતરમાં જો વેક્સીનનો બીજો ડોઝ લીધો હતો.એ પછી તેમનો દાવો છે કે, જ્યારથી બીજો ડોઝ લીધો છે ત્યારથી શરીરમાં મેગ્નેટિક પાવર પેદા થયો છે. પોતાનો દાવો સાબિત કરવા માટે તેમણે જાતે પોતાનો વિડિયો બનાવ્યો છે. જે હવે વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં જોઈ શકાય છે કે, ચમચી જેવા નાના વાસણો તેમના હાથ પર ચોંટી રહ્યા છે.
તેમનુ કહેવુ છે કે, પહેલી વખત એવુ થયુ ત્યારે મને હતુ કે પરસેવાના કારણે વાસણ ચોંટતા હશે. એટલે હું નહાવા ગયો હતો. નાહીને આવ્યો ત્યારે પણ વાસણો ચોંટવાનુ ચાલુ રહ્યુ હતુ.સોનારનો દાવો ડોક્ટરો માટે પણ પડાકર છે. ડોકટરનુ કહેવુ છે કે, પહેલા તેમની શારીરિક તપાસ થાય તે પછી જ કોઈ તાપણ પર આવી શકાય. આ અંગેનો એક રિપોર્ટ સ્થાનિક તંત્ર દ્વારા મહારાષ્ટ્ર સરકારને પણ આપવામાં આવશે.