Sat. Dec 21st, 2024

કોલકતા / ભારે જહેમત બાદ કરાયું રેસ્ક્યુ, મુંબઇ જતી ફ્લાઇટના કાર્ગો હોલ્ડમાંથી સાપ મળી આવ્યો

કોલકતા : કોલકાતામાં મુંબઈ જતી ફ્લાઈટના કાર્ગો હોલ્ડમાં એક સાપ મળી આવ્યો હતો. સામાન સંભાળનારે બેગની આજુ-બાજુ સાપને જોતા દોડધામ મચી હતી. જો કે જ્યારે સાપ દેખાયો ત્યારે મુસાફરોએ કોલકત્તા એરપોર્ટ પર પાર્ક કરેલા વિમાનમાં બેસવાનું બાકી હતું.

ખાનગી એરલાઈન્સના ગ્રાઉન્ડ સ્ટાફે બાદમાં તરત જ મુસાફરોને આ વિસ્તારમાંથી હટાવીને અને એરપોર્ટ સત્તાવાળાઓને આ બાબતની જાણ કરી. એરપોર્ટ વિભાગ પર વન વિભાગના સ્ટાફની મદદ લેવામાં આવી હતી. વન વિભાગ દ્વારા સાપનુ રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતું.

વન અધિકારીઓએ જણાવ્યું હતું કે સાપ બિન-ઝેરી પ્રજાતિનો છે અને તાજેતરમાં તેનું રેસ્ક્યુ કરીને જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, એરપોર્ટ વિસ્તારમાં અચાનક સાપ આવતા ભારે કોલાહલ સર્જાયુ હતું.

 

Related Post

Verified by MonsterInsights