Sun. Dec 22nd, 2024

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના ન્યૂઝીલેન્ડનો વિકેટકીપર બેટ્સમેન ટિમ સિફર્ટ પણ કોરોના સંક્રમિત થયો

ઈન્ડિયન પ્રીમિયર લીગના અનેક ખેલાડી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના ન્યૂઝીલેન્ડનો વિકેટકીપર બેટ્સમેન ટિમ સિફર્ટ પણ કોરોના સંક્રમિત થયો છે

કોલકાતા નાઈટ રાઈડર્સના ચાર ખેલાડી કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. ન્યૂઝીલેન્ડનો વિકેટ કીપર બેટ્સમેન ટિમ સેઈફર્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા, વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. જેના કારણે તે દેશના અન્ય ખેલાડીઓ સાથે ઘરત પર જઈ શક્યો નથી અને ચેન્નઈમાં ક્વોરન્ટાઈનમાં રહીને સારવાર લેશે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે આ જાણકારી આપી હતી.

ન્યુઝીલેન્ડ ક્રિકેટ (NZC) એ તેના નિવેદનમાં જણાવ્યું કે, “ટિમ સિફેર્ટ કોવિડ -19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને તે હવે આઇપીએલ 2021માં ભાગ લેનારા ન્યુઝીલેન્ડના ખેલાડીઓની સાથે ઘરે પરત ફરશે નહીં. સિફર્ટ મધ્યમ લક્ષણો અનુભવી રહ્યો છે. ક્વોરન્ટાઈન રહીને સારવાર કરાવશે. ટિમ સિફેર્ટનો કોરોના રિપોર્ટ સ્વદેશ પરત ફરતા પહેલા પોઝિટિવ આવ્યો હતો અને તે આઇપીએલ 2021 માં ભાગ લેનારા ન્યૂઝીલેન્ડના બાકીના ખેલાડીઓની સાથે ઘરે પરત જઈ શકશે નહીં ન્યુઝીલેન્ડ પરત ફરતા સિફર્ટને 14 દિવસ માટે આઈસોલેટમાં રહેવું પડશે. ન્યુઝીલેન્ડ પરત ફરવાની મંજૂરી આપતા પહેલા તેણે તેના નેગેટિવ રિપોર્ટની રાહ જોવી પડશે.

ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ ટેસ્ટ મેચોની સીરિઝ માટે 2 જૂને બ્રિટન માટે રવાના થશે. તે પહેલા ટીમ 25 મે થી 8 દિવસ માટે બાયો બબલમાં રહેશે. જ્યારે બ્રિટન પહોંચ્યા બાદ 10 દિવસ ક્વોરન્ટાઈન રહેશે.

હાલમાં તે અમદાવાદમાં આઈસોલેટ થઈ ગયો છે, પરંતુ અહીંથી તે ચેન્નઈ જશે અને ચેન્નઈ સુપર કિંગ્સના બેટિંગ કોચ માઇક હસીની સારવાર ચાલી રહી છે તે હોસ્પિટલમાં સારવાર લેશે.

Related Post

Verified by MonsterInsights