Sun. Nov 24th, 2024

કૌન બનેગા કરોડપતિ 13, અમિતાભ બચ્ચન એ પૂછ્યો રજિસ્ટ્રેશન માટે 5 મો પ્રશ્ન, સાચા જવાબથી પહોચી શકો છો હોટસીટ પર

‘કૌન બનેગા કરોડપતિ 13’ માટે નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અમિતાભ બચ્ચન દરરોજ એક સવાલ પૂછે છે, જેનો સાચો જવાબ આપીને તમે પણ હોટ સીટ સુધી પહોંચવા માટે એક પગથિયું આગળ વધી શકો છો. શુક્રવારે અમિતાભે પાંચમો સવાલ પૂછ્યો છે.

સોની ટીવીએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં અમિતાભ બચ્ચન કહે છે કે ‘નમસ્કાર દેવિયોં અને સજ્જનો, મહેનત કર્યા વિના વજન ઓછું થાય, કમાવ્યા વિના પૈસા મળે, મુસાફરી કર્યા વિના મંજિલ મળે, આ સ્થિતિને ભ્રમ કહેવામાં આવે છે. જ્યારે કંઈપણ કર્યા વિના કંઈ મળતું નથી, તો રજિસ્ટ્રેશન વગર હોટસીટ કેવી રીતે મેળવી શકો છો? હવે સમય ભ્રમનો નહીં પરંતુ શ્રમનો છે.

ક્યારે થઈ હતી તેની શરૂઆત

આપને જણાવી દઈએ કે ‘કૌન બનેગા કરોડપતિ’ ની શરૂઆત વર્ષ 2000 માં થઈ હતી. અત્યાર સુધીમાં તેની 12 સીઝન પ્રસારિત કરવામાં આવી છે. જુલાઈ 2020 માં 12 મી સીઝન પ્રસારિત થઈ હતી. આ શો બ્રિટીશ પ્રોગ્રામ હુ વોન્ટ ટુ બી એ મિલિયોનેર પર આધારિત છે.

તમને જણાવી દઈએ કે કૌન બનેગા કરોડપતિ -12 માં ચાર કરોડપતિ બન્યા હતા. જેમાં કોવિડ -19 ફ્રન્ટલાઈન યોદ્ધા ડોક્ટર નેહા શાહ, અનુપા દાસ, આઈપીએસ અધિકારી મોહિતા શર્મા અને નાઝિયા નસીમે 12 મી સીઝનમાં 1 કરોડ રાશિ પોતાના નામ કરી હતી.

શું છે પાંચમો પ્રશ્ન

Question- Which Country declared 2020-21 as the Mujib Year to mark the birth centenary of its leader?

A. Pakistan
B. Malaysia
C. Bangladesh
D. Maldives

પ્રશ્ન- કયા દેશે તેમના એક અગ્રણી નેતાની જન્મ શતાબ્દીના સન્માનમાં 2020-2021 ને ‘મુજીબ વર્ષ’ જાહેર કર્યો?

A. પાકિસ્તાન
B. મલેશિયા
C. બાંગ્લાદેશ
D. માલદીવ

આ છે સાચો જવાબ

જો તમને આ સવાલનો સાચો જવાબ નથી ખબર, તો ચાલો અમે તમને જણાવીએ. જવાબ C એટલે કે બાંગ્લાદેશ છે. જવાબ Sonyliv એપ ડાઉનલોડ કરી તેના પર મોકલી શકો છો. આ સિવાય એસએમએસ દ્વારા ફોન પર KBC Youranswer Age Gender ટાઈપ કરીને 509093 પર મોકલી આપો

Related Post

Verified by MonsterInsights