Mon. Dec 23rd, 2024

ક્રિકેટ રસીકો માટે આવ્યા ખુશખબર / ક્રિકેટને શામેલ કરવાની તૈયારીમાં લાગ્યું ICC, હવે ઓલિમ્પિકમાં પણ જોવા મળશે ચોગ્ગા-છગ્ગા

ટોક્યો ઓલિમ્પિક 2020 ની મોટી સફળતા પછી હવે, દરેકની નજર આગામી ઓલિમ્પિક પર છે. આ દરમિયાન ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ પુષ્ટિ કરી છે કે વર્ષ 2028 માં લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.ICCએ એક નિવેદનમાં જણાવ્યું કે, એક વર્કિંગ ગ્રુપની રચના કરવામાં આવી છે.

જેમાં ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટને સામેલ કરવાની પ્રક્રિયા જવાબદાર રહેશે, પ્રયત્ન રહેશે કે, ઓલિમ્પિક 2028, 2032 અને અન્ય આગામી ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવાનો પ્રયાસ થશે. આપને જણાવી દઈએ કે, ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવાની માંગ લાંબા સમયથી ઉઠી રહી છે, ભારત વતી BCCI એ પણ જણાવ્યું છે કે, જો આવું થશે તો ભારત ચોક્કસપણે તેમાં ભાગ લેશે. હવે જ્યારે ટોક્યો ઓલિમ્પિક 2020 ના અંત પછી પેરિસ ઓલિમ્પિકની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે નજર ભવિષ્ય પર છે.

Related Post

Verified by MonsterInsights