કાન્તા પ્રસાદે આત્મહત્યા કેમ કરી તે કારણ હજી અકબંધ છે
સોશિયલ મીડિયાના કારણે તેમના ઢાબા માટે દેશભરમાં પ્રખ્યાત બનેલા બાબા કાન્તા પ્રસાદને દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ કાંતા પ્રસાદે ઊંઘની ગોળીઓ પીધી હતી. હાલ તે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ છે. પોલીસ હજી તપાસ કરી રહી છે કે કાંતા પ્રસાદે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો કે કેમ. આ બનાવ અંગે હજુ તપાસ ચાલી રહી છે જેમાં બહાર આવ્યું છે કે તેમણે દારૂ પીધો હતો.
કાન્તા પ્રસાદે ગયા વર્ષે નવી રેસ્ટોરન્ટ શરૂ કરી હતી
Youtuber ગૌરવ વસન દ્વારા બનાવવામાં આવેલ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી બાબા કા ઢાબાના માલિક કાંતા પ્રસાદ ચર્ચામાં આવ્યા હતા. કારણ કે રેસ્ટોરન્ટને ભારે નુકસાન થયા બાદ તેઓ માલવીયા નગર સ્થિત ઢાબા પરત ફર્યા છે. ગયા વર્ષે આ વીડિયો વાયરલ થયા બાદ દેશભરમાંથી લાખો રૂપિયા દાનમાં આપવામાં આવ્યા હતા, પરંતુ લોકો હવે પૂછે છે
હવે તેમની પાસે કેટલા રૂપિયા બચ્યા છે?
આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે “હવે મારી પાસે 19 લાખ રૂપિયા છે. મને લાગે છે કે જે રેસ્ટોરન્ટ મને ખોલવાની સલાહ આપવામાં આવી હતી તે સંપૂર્ણ ખોટી સાબિત થઈ અને તેનાથી ઘણું નુકસાન થયું. .હવે હું ભવિષ્ય માટે બાકી રહેલા પૈસા બચાવીશ. તેમને પૂછવામાં આવ્યું કે શું કોઈ ફરિયાદ છે ગૌરવ વાસનથી ? તેમણે કહ્યું કે, “ગૌરવે અમારી મદદ કરી અને અમે કહી શકીએ કે તેણે અમારી સાથે વિશ્વાસઘાત કર્યો તેણે અમારી સાથે એક પેપર પર સહી કરાઇ લીધી હતી, અમે તો બસ માત્ર એટલું જ જાણવા માંગીએ છીએ કે અમારા ખાતમાં કેટલા પૈસા આવ્યા છે.