અભિનેત્રી અને ક્રિકેટર હરભજન સિંહની પત્ની ગીતા બસરા બીજી વખત મા બની છે. ગીતા બસરાએ એક પુત્રને જન્મ આપ્યો છે. આ કપલને અગાઉ એક પુત્રી છે. જેનું નામ હિનાયા હીર છે. હિનાયાનો જન્મ 27 જુલાઈ, 2016 ના રોજ થયો હતો. ગીતા અને હરભજન સિંઘના ઘરે નાનું એવુ મહેમાન આવવાથી ખૂબ ખુશ છે.
ગીતા બસરાએ 29 ઓક્ટોબર, 2015 ના રોજ પંજાબના જલંધરમાં ક્રિકેટર હરભજન સિંહ સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નમાં ફિલ્મ અને ક્રિકેટ જગતના જાણીતા સ્ટાર્સ હાજર રહ્યા હતા. ગર્ભાવસ્થા દરમિયાન ગીતા બસરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી હતી. ગીતાનો લૂક સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો હતો.
ગીતા બસરાએ પોતાની બેબી બમ્પ ફ્લોન્ટ કરતી અનેક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. લોકોને ગીતાની આ તસવીરો ખૂબ ગમી. ગર્ભાવસ્થા દરમિયાન ગીતા ખૂબ જ ફીટ દેખાતી હતી. ગીતાએ આ માટે વીડિયો પણ પોસ્ટ કર્યો હતો.