ગાઝિયાબાદ : ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ વીડિયો ટ્વિટ કરવા બદલ ટ્વિટર ઇન્ડિયાની અભિનેત્રી સ્વરા ભાસ્કર, પત્રકાર ખાનક શેરવાની, આસિફ ખાન અને મનીષ મહેશ્વરી સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. વકીલ અમિત આચાર્ય દ્વારા દિલ્હીના તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. દરમિયાન દિલ્હી પોલીસે તપાસ શરૂ કરી છે.
આ પહેલા ઉત્તર પ્રદેશ પોલીસે માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર, એક ન્યૂઝ પોર્ટલ અને છ લોકો સામે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરવા બદલ કેસ નોંધ્યો હતો. આ વીડિયોમાં એક વૃદ્ધ મુસ્લિમ ગાઝિયાબાદમાં કેટલાક લોકો દ્વારા કથિત હુમલો કર્યા બાદ પોતાની વ્યથા સંભળાવતા જોવા મળી રહ્યો છે. પોલીસનું કહેવું છે કે સાંપ્રદાયિક તણાવ પેદા કરવા માટે આ વીડિયો શેર કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, સ્થાનિક પોલીસ જવાને ગાઝિયાબાદના લોની બોર્ડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને તેના આધારે મંગળવારે રાત્રે 11:30 વાગ્યે FRI નોંધવામાં આવી હતી. આરોપ છે કે વીડિયોને સાંપ્રદાયિક અશાંતિ ઉશ્કેરવાના હેતુથી શેર કરવામાં આવ્યો હતો. પોલીસે ક્લિપ શૅર કરવાને લઈ ટ્વીટર ઇન્ક, ટ્વીટર કોમ્યુનિકેશન્સ ઇન્ડિયા, સમાચાર વેબસાઇટ ધ વાયર, પત્રકારો મોહમ્મદ જુબૈર અને રાણા અયૂબ, કૉંગ્રેસના નેતાઓ સલમાન નિજામી, મશ્કૂર ઉસ્માની, ડૉ. શમા મોહમ્મદ અને લેખિકા શબા શકવીની વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
મૂળરૂપે, ઉત્તર પ્રદેશની ગાઝિયાબાદ પોલીસે લોની વિસ્તારમાં અબ્દુલ સમદ નામના વૃદ્ધની સાથે મારઝૂડ અને અભદ્રતા કરવાનો વીડિયો વાયરલ થયા બાદ એફઆઈઆર નોંધી. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એક વૃદ્ધ મુસ્લિમની છેડતી કરવામાં આવી છે અને તેની દાઢી કાપી નાખવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, પીડિત વૃદ્ધે આરોપીને કેટલાક માદળીયા આપ્યા હતા, જેનો કોઈ ફાયદો ન થતાં નારાજ આરોપીએ મારઝૂડ કરી. પોલીસે એવું પણ જણાવ્યું કે પીડિતે પોતાની FIRમાં જય શ્રી રામના નારા લગાવ્યા અને દાઢી કાપવાની વાત નોંધાવી નથી. જોકે, ટ્વીટરે આ વીડિયોને મેન્યૂપ્યુલેટેડ મીડિયાનો ટેગ આપ્યો નહીં.