ગુજરાતમાં એમિક્રોનનો પગપેસરો તેમજ બીજી બીજુ છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે જેના પગલે રાજ્ય સરકારે અમદાવાદ સહિત આઠ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂમાં ફરી એકવાર યથાવત્ રાખ્યો છે.
કોરોનાના આફ્રિકન વેરિયન્ટ ઓમિક્રોનની દહેશત વચ્ચે સરકાર કોઇ છુટ આપવાના મુડમાં નથી. જેના પગલે સરકારે જુના નિયમોમાં કોઇ જ છુટછાટ આપ્યા વગર તમામ નિયમો યથાવત્ત જ રાખ્યા છે. આ ગાઇડલાઇન 31 ડિસેમ્બર સુધી અમલી રહેશે.
નોંધનીય છે કે, રાજ્યમાં રોજ કોરોનાના નોંધાતાં કેસોની સંખ્યા વધીને 70 સુધી પહોંચી છે. જેના પગલે અમદાવાદ સહિત અન્ય શહેરોમાં સિવિલ હોસ્પિટલમાં એમિક્રોનના અલાયદા વોર્ડ સુધ્ધાં શરૂ કરી દેવાયા છે. પરિણામે સરકાર પણ કોરોનાના નિયંત્રણો હળવા કરવાના મતમાં નથી બલ્કે ફરજિયાત માસ્ક માટે પોલીસને સૂચના અપાશે.
આ ઉપરાંત સોશિયલ ડિસટન્સના નિયમોનુ ય પાલન થાય તે માટે સઘન કામગીરી શરૂ કરાશે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર અને ગાંધીનગરમાં શહેરોમાં હાલ રાત્રિના એક થી સવારના પાંચ વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ અમલમાં છે.