Mon. Dec 23rd, 2024

ગુજરાતમાં કોરોના રસીકરણમાં 4 કરોડ લોકોનું પ્રથમ ડોઝનું રસીકરણ પૂર્ણ

કોરોના વેક્સિનેશનમાં ગુજરાતે વધુ એક આગવી સિદ્ધિ મેળવી છે. રાજ્યમાં કોરોના રસીના 4 કરોડ પ્રથમ ડોઝ અપાઇ ગયા છે, એટલે કે રાજ્યમાં 4 કરોડ લોકોનું પ્રથમ ડોઝનું રસીકરણ પૂર્ણ થઇ ચુક્યું છે. આ સાથે જ રાજ્યમાં કુલ 5.68 કરોડ ડોઝ અપાઈ ગયા છે. રાજ્યમાં રસીકરણ પાત્રતા ધરાવતા 4.93 કરોડ લાભાર્થીઓમાંથી 4 કરોડ 39 હજારને પ્રથમ ડોઝથી રક્ષિત કરાયા. ગુજરાતે કોરોના વેક્સિનેશન મહાઅભિયાન અન્વયે વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

બીજી બાજુ Pfizer અને BioNTech એ જણાવ્યું કે ક્લિનિકલ ટ્રાયલ રિઝલ્ટથી જાણકારી મળી છે તેની કોરોના વેક્સિન 5 થી 11 વર્ષના બાળકો માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેનાથી બાળકોની ઈમ્યુનિટી વધી છે કંપનીઓએ જણાવ્યું કે કંપની આગામી થોડા સમયમાં મંજૂરી માગશે.

કંપની દ્વારા જારી એક નિવેદનમાં કહેવાયું કે 12 વર્ષ અથવા તેનાથી વધારે ઉંમરની તુલનામાં આ વેક્સિનની ઓછી ડોઝ બાળકોને આપવામાં આવશે. કંપની યુરોપિયન યુનિયન, અમેરિકા અને વિશ્વમાં ટૂંક સમયમાં તેના ઉપલબ્ધ કરાવશે.

Related Post

Verified by MonsterInsights