Mon. Dec 23rd, 2024

ચાઇલ્ડ પોર્નોગ્રાફી કેસમાં ગુજરાત સહિત 77 સ્થળે દરોડામાં 10 લોકોની ધરપકડ

દેશભરમાં આશરે 14 જેટલા રાજ્યોમાં સીબીઆઇએ સપાટો બોલાવ્યો હતો. સીબીઆઇને મળેલી જાણકારી અનુસાર સોશિયલ મીડિયા પર આ પ્રકારના અપરાધો માટે અનેક ગુ્રપ એક્ટિવ છે. જે બાળ યૌન શોષણ સામગ્રી પ્રસારિત કરે છે.

સીબીઆઇ દ્વારા ગુજરાત સહિત દેશભરમાં 77 સૃથળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બાળ યૌન શોષણ સામગ્રી જોવા અને પ્રસારિત કરવા તેમજ સ્ટોર કરવા બદલ પાડવામા આવ્યા હતા.

જેમાંથી ઘણા ગુ્રપનો સંબંધ વિદેશ સાથે પણ જોડાયેલો છે. વિવિધ દેશોમાં આ પ્રકારની વાંધાજનક સામગ્રી પ્રસારિત કરવા માટે ઓછામાં ઓછા 100 દેશોના અનેક નાગરિકો સામેલ છે. એજન્સીએ 14મી નવેમ્બરના રોજ 83 આરોપીઓની સામે એફઆઇઆર દાખલ કરવાનું શરૂ કરી દીધુ હતું.

 

જે દરમિયાન દરોડા પાડવાનું પણ શરૂ કરાયું હતું. હાલ આશરે 10 જેટલા લોકોની સીબીઆઇ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ દરોડા જે પણ સૃથળોએ પાડવામાં આવ્યા હતા તેમાં ગુજરાતના ભાવનગર અને જામનગરનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન મોટી સંખ્યામાં લેપટોપ કે અન્ય ગેજેટ્સ પણ જપ્ત કરવામાં આવ્યા હતા.

 

એવી વિગતો પણ સામે આવી છે કે કેટલાક વ્યક્તિ સીએસઇએમ સામગ્રીના વેપારમાં સામેલ હતા. સીબીઆઇના પ્રવક્તા આરસી જોશીએ જણાવ્યું હતું કે આંધ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર, ઓડિશા, તામિલનાડુ, રાજસૃથાન, મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં આ તપાસ અભિયાન ચલાવવામા આવ્યું હતંુ. હાલ પણ અનેક સૃથળોએ આ તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

 

 

 

 

Related Post

Verified by MonsterInsights