વુહાનમાં સૌથી પહેલા કોરોનાનો કેસ સામે આવ્યો હતો અને પછી સંપૂર્ણ શહેરમાં 2 મહિનાનું લૉકડાઉન પણ લગાવવામાં આવ્યુ હતુ જે બાદ અહીં કેસ આવવાના ઓછા થઇ ગયા હતા.
ચીનના વુહાનમાં વુહાન સ્ટ્રોબેરી મ્યૂઝિક ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યુ. શનિવારે આ પાંચ દિવસીય ફેસ્ટીવલનો પહેલો દિવસ હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો. લોકો અહીં ડાન્સ કરતા અને બૂમો પાડતા જોવા મળ્યા હતા.
દુનિયાભરમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. દુનિયાના કેટલાક દેશોમાં તો લૉકડાઉનની પરિસ્થિતી છે પરંતુ ચીનમાં હવે હાલાત સામાન્ય થઇ ગયા છે. એટલા સામાન્ય કે તેઓ મ્યુઝિક ફેસ્ટિવલ ઉજવી રહ્યા છે.
આયોજન કરનાર એક પ્રતિનીધીએ સમાચાર એજન્સી સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે દર વર્ષ કરતા ઓછા લોકોએ આ ફેસ્ટીવલમાં ભાગ લીધો હતો. આયોજનમાં લગભગ 11000 લોકોએ ભાગ લીધો હતો.
શનિવારે આ પાંચ દિવસીય ફેસ્ટીવલનો પહેલો દિવસ હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો.