Sun. Sep 8th, 2024

ચીન બાદ હવે સરકારે પોતાના દેશમાં લગાવ્યું ફરી એક વાર લોકડાઉન

ગુરુવાર 28 ઓક્ટોમ્બરથી રશિયામાં સ્કૂલ, કોલેજ, મોલ, રેસ્ટોરેન્ટ સહિત બજારો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જોકે, આ દરમ્યાન રેસ્ટોરેન્ટ અને હોટલ ડિલીવરી ઓર્ડર માટે ઓપન રહેશે.રશિયામાં જીવલેણ કોરોનાની બીજી લહેર થમી નથી ત્યાં ફરીથી એક વખત સંક્રમણ વધી રહ્યું છે. રશિયામાં જીવલેણ કોરોના ફરીથી કહેર બનીને તૂટ્યો છે.

છેલ્લા 24 ક્લાકમાં 40 હજારથી વધુ નવા કેસો સામે આવ્યા છે. જે કોરોના મહામારીની શરૂઆત પછીના સૌથી વધુ સંખ્યા છે, બીજી તરફ 1159 લોકો જીવ પણ જતા રહ્યા છે. કોરોના પર કાબુ મેળવવા માટે પુતિન સરકારે 11 દિવસનું લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે.

સરકારે માત્ર દવાની દુકાનો અને આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખોલવાની મંજૂરી આપી છે. વ્લાદિમીર પુટિને કહ્યું કે રશિયાના 85 પ્રદેશોમાં જ્યાં પરિસ્થિતિ ખાસ કરીને ભયંકર છે, ત્યાં કામ વહેલું અટકાવી શકાય છે અને રજાઓ 7 નવેમ્બરથી આગળ વધારી શકાય છે.

દરમિયાન, મોટાભાગની સરકારી સંસ્થાઓ અને ખાનગી વ્યવસાયોએ પણ મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય કેટલાકને બાદ કરતાં, કામ બંધ કરવું પડી શકે છે.પુટિને સ્થાનિક અધિકારીઓને આદેશ આપવા કહ્યું છે કે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો કે જેમણે રસી લીધી નથી તેઓ ઘરે જ રહે.

Related Post

Verified by MonsterInsights