Mon. Dec 23rd, 2024

છત્તીસગઢના બહુચર્ચિત જોડકા ભાઇઓનું શંકાસ્પદ મોત,પરિવારના મતે સામાન્ય તાવ હતો

છત્તીસગઢના બલૌદાબાજારના ખૈદા ગામના બહુચર્ચિત જોડકા ભાઇઓનું મૃત્યુ થયું છે. ગ્રામજનો આ મૃત્યુને શંકાસ્પદ ગણાવી રહ્યા છે, જ્યારે પરિવારજનોનું કહેવું છે કે સામાન્ય તાવના કારણે બન્નેનું મૃત્યુ થયું છે.

કમરથી જોડાયેલી અવસ્થામાં જન્મેલા બન્ને ભાઇઓની ઉંમર 21 વર્ષ હતી અને તેમને જિંદાદિલી માટે તેઓ ચર્ચામાં રહેતા હતા. બલૌદાબાજાર જિલ્લાના નાના ગામ ખૈન્દામાં રહેતા શિવરામ અને શિવનાથ જન્મથી જ કમરથી જોડાયેલા હતા.

બે માથા અને ચાર હાથ-પગ અને કમરથી જોડાયેલા શરીરને લઇ તેમનું જીવન પ્રકાશમં આવ્યું હતું અને આવી અવસ્થા છતાં તેઓ સ્કૂટર ચલાવતા હતા અને સામાન્ય વ્યક્તિની જેમ તમામ કામગીરી કરતા હતા. જેથી તેમને વીડિયો વાયરલ થતાં રહેતા હતા. પરિવારજનોનું કહેવું છે કે સામાન્ય તાવ બાદ બન્નેનું મૃત્યુ થયું છે, જ્યારે ગ્રામજનો આ મૃત્યુને શંકાસ્પદ ગણાવી રહ્યા છે.

Related Post

Verified by MonsterInsights