મહાસમંદ જિલ્લાના પિથોરા ડેવલોપમેન્ટ બ્લોક હેઠળ આવેલા અન્સુલા ગામે આ બનાવ બન્યો હતો. આ બનાવ બન્યા બાદ 50 બાળકો અને અન્ય 10 લોકોને બે અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. એમ જિલ્લાના ેક સરકારી અધિકારીએ કહ્યું હતું.દિલિપ સાહુ નામની વ્યક્તિએ તેના સગાના મૃત્યુના 10 દિવસ બાદ દાસગત્રા (દસમા જેવી વિધિ) વિધિ રાખી હતી આ વિધિ પૂરી થયા બાદ ભોજન રાખ્યું હતું. બિમાર પડનારા લોકોએ આ ભોજન ખાધુ હતુ એમ મહાસમંદ જિલ્લાના કલેક્ટર દોમનસિંઘે કહ્યુ હતું.
સાહુ અન્સુલા ગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાનો હેડમાસ્ટર છે, તેથી તેના દ્વારા રાખવામાં આવેલી આ ધાર્મિક વિધિ અને ભોજન સમારંભમાં તેની શાળાના બાળકો ઉપરાંત આસપાસના ગામડાની શાળાઓના બાળકો પણ ભોજન લેવા આવ્યા હતા. ભોજન લીધાના બે-ત્રણ કલાક બાદ મહિલાઓ, બાળકો સહિત કુલ 100 લોકોએ પેટમાં દુ:ખવાની અને ફૂડ પોઇઝનિંગ થઇ ગયું હોવાની પરિયાદ કરતાં તે તમામને સારવાર માટે હોસ્પિટલોમાં દાખલ કરા હતા એમ સિઘે કહ્યું હતું.
મહત્વનું છે કે છત્તીસગઢના મહાસમંદ જિલ્લામાં એક વ્યક્તિએ મૃતકની ધાર્મિક વિધિ બાદ રાખેલા ભોજન સમારંભમાં ભોજન લીધા બાદ 100 લોકો બિમાર પડી ગયા હતા અને તે તમામને ફૂડ પોઇઝનિંગ થયું હોવાનો ચિહ્નો પણ જણાયા હતા. બિમાર પડનારાઓમાં મટાભાગના બાળકો હતા.