જમ્મુ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટના, એક બેંક મેનેજર પર ફાયરિંગ
Fri. Jan 10th, 2025

જમ્મુ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટના, એક બેંક મેનેજર પર ફાયરિંગ

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓનો આતંક ચરમસીમા પર પહોંચી ગયો છે. આજે પણ જમ્મુ કાશ્મીરમાં એક માસુમને મોતને ભેટવું પડ્યું. અને કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓથી દહેશતનો માહોલ છે. આતંકીઓ સતત હિન્દુઓને નિશાન બનાવી રહ્યા છે.

આજે પણ ટાર્ગેટ કિલિંગની એક ઘટનામાં આતંકીઓએ કુલગામમાં એક બેંક મેનેજર પર ફાયરિંગ કર્યું. આ હુમલામાં બેંક મેનેજર વિજયકુમારનું મોત નિપજ્યું છે. મૃતક રાજસ્થાનના હનુમાનગઢના રહીશ હતા. મૃતક વિજયકુમાર કુલગામના મોહનપોરામાં Ellaqie Dehati Bank માં ફરજ બજાવતા હતા.

આતંકીઓ તેમના પર ફાયરિંગ કર્યું. જમ્મુ કાશ્મીર પોલીસના જણાવ્યાં મુજબ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું. હાલ વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. અત્રે જણાવવાનું કે આતંકીઓ કાશ્મીર ખીણમાં હિન્દુ નાગરિકો અને સરકારી કર્મચારીઓને સતત ટાર્ગેટ કરી રહ્યા છે. હાલમાં જ બડગામમાં કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટ અને કુલગામમાં મહિલા શિક્ષકની હત્યાના વિરોધમાં ભારે વિરોધ પ્રદર્શન થયું. કાશ્મીરી પંડિતોની માંગણી છે કે તમામ પ્રવાસી સરકારી કર્મચારીઓને સુરક્ષિત સ્થળો પર તૈનાત કરવામાં આવે.

Related Post

Verified by MonsterInsights