Thu. Nov 21st, 2024

જો નહી હસો તો ભરવો પડશે દંડ, આ દેશમાં શરુ થઇ અનોખી પોલિસી

ફિલીપીનના એક મેયરે સરકારી કર્મચારીઓ માટે એક નવો નિયમ લાગુ કર્યો છે. જે સાંભળીને તમને નવાઇ લાગશે.વિશ્વમાં વિવિધ પ્રકારના દેશો છે અને તેમની પોતાની જીવન જીવવાની રીત છે. ક્યાંક અલગ પ્રકારના કાયદા છે તો ક્યારેક વિચિત્ર નિયમો લાદવામાં આવે છે.

ફિલિપાઈન્સમાં મેયર દ્વારા સ્થાનિક સ્તરે પણ આવો જ નિયમ (Weird Rules and Laws) લાદવામાં આવ્યો છે. તેમની આ પોલિસીનું નામ સ્માઇલ પોલિસી છે, આ એટલા માટે કારણ કે,તે સ્થાનિય સરકાર દ્વારા આપવામાં આવેલી સેવાઓમાં સુધાર કરવા માંગે છે.

અરસ્તૂ એગુઇર (Aristotle Aris) નામના મેયર ક્યૂજોન (Quezon)  પ્રાંતના મુલાને શહેરમાં શપથ લીધા બાદ જ આ પોલીસી લાગુ કરી દીધી છે.આવા નિયમ થકી મેયર ઇચ્છે છે કે, શાંતિ અને મૈત્રીપૂર્ણ માહોલની ભાવના બતાવીને ઇમાનદારીથી લોકોની સેવા કરવી જોઇએ.      

આ નિયમ સાંભળવામાં થોડો વિચિત્ર લાગે છે, પરંતુ આ સમયે તે સમગ્ર વિશ્વમાં ચર્ચામાં છે.હવે મેયર બની ચૂકેલા એરિસ્ટોટલ અગુરી આ પહેલા પણ ઓક્યુપેશનલ થેરાપિસ્ટ રહી ચૂક્યા છે. તે ઇચ્છે છે કેસરકારી કર્મચારીઓના વલણમાં બદલાવ આવવો જોઈએ.કેટલાક કિસ્સાઓમાં, એવું સામે આવ્યું છે કે લોકો સરકારી અધિકારીઓને મળવા માટે દૂરના ગામડાઓથી ટાઉન હોલ સુધી કલાકો સુધી ચાલતા જતા અને અધિકારીઓનું વર્તન સારુ નહોતુ, તેઓ લોકોને ભગાડી દેતા.અગુઇરે કહ્યું કે, જ્યારે તેઓ આવે છે ત્યારે તેઓ સરકારી કર્મચારીઓના વલણથી નિરાશ થાય છે.આદેશનું પાલન ન કરનાર કર્મચારીઓને છ મહિનાનો પગાર બરાબર દંડ થઈ શકે છે અથવા નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી શકે છે.

Related Post

Verified by MonsterInsights