Mon. Dec 23rd, 2024

જો ફરિયાદની જાણકારી મીડિયાને આપવામાં આવે તો તે માનહાનિ નથી:દિલ્હી હાઈકોર્ટ

દિલ્હી હાઈકોર્ટે એક અરજીની સુનાવણીના મામલામાં કહ્યું કે, જો કોઈ વ્યક્તિ દ્વારા પોલીસને આપવામાં આવેલી ફરિયાદની માહિતી મીડિયાને આપવામાં આવે તો આ ગુનો ફોજદારી બદનક્ષીની શ્રેણીમાં આવશે નહિ.આ કેસમાં કોર્ટે તેના પર ટિપ્પણી કરતા રાયગઢની એક મહિલાની 40 લોકો વિરુધ્ધ બદનક્ષીનો કેસ ચલાવવાની માગને ફગાવી દીધી હતી.

આ અરજી પર સુનાવણી કરતી વખતે જસ્ટિસ મુક્તા ગુપ્તાએ તારિકા તરંગની દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેતા નીચલી અદાલતના નિર્ણયને સમર્થન આપ્યું છે. નીચલી અદાલતે સિવિલ લાઇન પોલીસ સ્ટેશનને અધિકાર ક્ષેત્ર અને હકીકતોના આધારે કેસ નોંધવાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો.

જસ્ટિસ ગુપ્તાએ કહ્યું કે અરજદાર મહિલાએ આ તમામ લોકો વિરુદ્ધ છત્તીસગઢના રાયગઢ જિલ્લાના પોલીસ અધિક્ષકને ફરિયાદ આપી હતી. જોકે રાયગઢમાં આ બાબત હજુ વિચારણા હેઠળ છે. મહિલાએ આ 40 લોકો સામે આ આધારે કેસ કરવાની માંગણી કરી છે કે, પોલીસ અધિક્ષકને ફરિયાદ આપ્યા પછી, તેણે ઓફિસની બહાર મીડિયા સાથે વાતચીત કરતી વખતે ફરિયાદ વિશે માહિતી આપી.

નોંધપાત્ર છે કે, આ કેસમાં મહિલાએ દાવો કર્યો હતો કે, તે એક એનજીઓ કાર્યકર છે અને નિરાધારના અધિકારો માટે લડી રહી છે. બીજી બાજુ, પ્રતિવાદી તરીકે બનાવેલા લોકો તેના ફાર્મ હાઉસ પર ગેરકાયદેસર કબજો કરવા માંગે છે. આ દરમિયાન, આ લોકોએ બળજબરીથી તેના ફાર્મ હાઉસમાં પ્રવેશ કર્યો અને તેની છેડતી કરી અને તેની જાતિ વિશે અભદ્ર ટિપ્પણીઓ પણ કરી. આ સિવાય અખબારો દ્વારા લોકોને હેરાન કરવાનો આરોપ લગાવવાથી સમાજમાં તેમની છબી ખરબ થઈ છે.

આ સ્થિતિમાં દરેક સામે માનહાનિ, છેડતી અને SC-ST એક્ટ હેઠળ કેસ દાખલ કરવાની સૂચના આપવી જોઈએ. અરજદારે કહ્યું કે, તેની ઓફિસ દિલ્હીમાં છે અને દિલ્હીમાં ઇલેક્ટ્રોનિક મીડિયામાં આક્ષેપો દર્શાવવામાં આવ્યા છે.

Related Post

Verified by MonsterInsights