Sun. Dec 22nd, 2024

ઝાલોદ તાલુકાના પરથમપુર ગામે પરથમપુર મુખ્ય પ્રાથમિક શાળામાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયો.

૨૦-૧૦-૨૩

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની પ્રથમપુર મુખ્ય પ્રાથમિક શાળામાં આજ રોજ બાળ વૈજ્ઞાનિક ગણીત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયો હતો.

પ્રથમપુર મુખ્ય પ્રાથમીક શાળામાં આજ રોજ માનનીય  ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયાનાં હસ્તે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. તેમાં ઉપસ્થિત પ્રાચાર્યશ્રી ડાયટ શ્રી આર. જે. મુનીયાસાહેબ, જિલ્લા પ્રા. શિક્ષણાઅધિકારીશ્રી. શ્રી એન. ડી. મુનીયા, તાલુકા પ્રા. શિક્ષણાઅધિકારીશ્રી. શ્રીમતી ચેતનાબેન પરમાર અને બી. આર. સી.કો.ઓ.શ્રી કલ્પેશભાઈ. ડી. મુનીયા.ની હાજરીમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ઝાલોદ તાલુકાની તમામ શાળા નાં આચાર્ય શ્રી અને શિક્ષકસાહેબો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં આ પ્રોગ્રામમાં સારી એવી કૃતિઓ સાથે વિદ્યાર્થી ઉપસ્થીત રહ્યાં હતાં.

વસંત મસાલા પ્રા.લી.કંપનીદ્વારા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે સારો ઈનામી પુરસ્કારનો આયોજન કરવામાં આવ્યું હતું.

માનનીય ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયા સાહેબે સાથે સાથે સારા એવા પ્રોત્સાહન અને બાળકોને પ્રેરણારૂપ આશીર્વાદ આપ્યા હતા અને સારુ એવું શિક્ષણ વિશે નવીનતા શાળાનું માટે જાહેરાત કરી હતી.

 

Related Post

Verified by MonsterInsights