Sun. Dec 22nd, 2024

ડૉક્ટરની દરિયાદિલી: દર્દીના ચહેરા પરથી તરબૂચ જેવડી મોટી ગાંઠ કાઢી, ઓપરેશનનો એક રૂપિયો પણ ન લીધો

હાલ સોશિયલ મીડિયા પર એક ડૉક્ટરના વખાણ થઈ રહ્યાં છે. આ ડૉક્ટરે કોઈ પણ ફી લીધા વગર દુનિયાનું સૌથી મોટું ફેશિયલ ટ્યુમર કાઢ્યું છે. અમેરિકામાં ટેક્સાસમાં રહેતા ડૉ. ગ્રેવ્સ ઓરલ અને ફેશિયલ સર્જન માટે ફેમસ છે. તરબૂચ જેવડી મોટી ગાંઠ કાઢવામાં તેમણે દર્દી પાસેથી એક રૂપિયો પણ લીધો નહોતો.

ગાંઠથી રૂટીન લાઈફમાં તકલીફ પડતી હતી
દર્દીના ચહેરા પર ડાબી બાજુએ નીચેની સાઈડ ગાંઠ હતી, સમય જતા આ ગાંઠ વધતી ગઈ અને તે મોટી થઈ ગઈ. છેલ્લા એક વર્ષથી દર્દીનો ડાબી બાજુનો ચહેરો ઢંકાઈ ગયો હતો. જો કે, આ ગાંઠની દર્દીને ચહેરા પર કોઈ દુખાવો થતો નહોતો. ચાર્લ્સ ઘણાં વર્ષો સુધી આ ગાંઠ સાથે જીવ્યો, પણ ધીમે-ધીમે તેને લીધે રૂટીન લાઈફમાં તકલીફ પડતી હતી.

વર્ષો પછી નોર્મલ લાઈફ મળી
ઓપરેશન પછી ચાર્લ્સને તેનો નોર્મલ લુક પાછો મળી ગયો અને તે પણ હવે નોર્મલ લાઈફ જીવી રહ્યો છે. ડૉ. ગ્રેવ્સને જ્યારે ચાર્લ્સની તકલીફ વિશે ખબર પડી ત્યારે તેણે તેની સર્જરી ફ્રીમાં કરવાનું નક્કી કર્યું.

ટિકટોક પર વીડિયો શેર કર્યો
ડૉ. ગ્રેવ્સે સર્જરી પછી અને પહેલાંના ફોટોઝ શેર કર્યા હતા. એટલું જ નહીં પણ ટિકટોક વીડિયો પણ શેર કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાઈરલ પણ થયો.47 સેકન્ડની ક્લિપમાં ઓપરેશનની ઝલક જોઈ શકાય છે. આ વીડિયોને ટિકટોક પર 7 લાખથી પણ વધારે લાઈક મળી ચૂકી છે. ડૉક્ટર ગ્રેવ્સના ટિકટોક પર કુલ 2.6 મિલિયન ફોલોઅર્સ છે. યુઝર્સ ડૉક્ટરની દરિયાદિલી જોઇને ખુશ થઈ ગયા હતા.

Related Post

Verified by MonsterInsights