મેડિકલ સાયન્સ આટલું આગળ વધ્યું હોવા છતાં પણ લોકો અંધશ્રદ્ધા, તાંત્રિક અને ભુવા-ધુતારામાં વિશ્વાસ રાખે છે. રાજસ્થાનના ભિલવાડામાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ન્યુમોનિયાની સારવારના નામે એક તાંત્રિકે અઢી વર્ષની માસૂમ બાળકીના શરીરમાં ગરમ સળિયા ઘોંચી દીધા. તે પછી, બાળકીની હાલત ગંભીર બની હતી અને તેને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં હાલ તેની સ્થિતિ નાજુક હોવાનું સામે આવી રહયું છે.સમગ્ર મામલો ભીલવાડા જિલ્લાના રાયપુર ઉપખંડનો છે, બાળકીના પિતાએ કહ્યું કે, બાળકી બીમાર થઇ ગઈ હતી તો તે તેને કાલેડા ગામ લઇ ગયો હતો. જ્યાં કોઈ અજાણ્યા તાંત્રિકે તેને ગરમ સળિયાથી ડામ આપ્યા.
બર્બરતા બાદ માસુમની હાલત નાજુક
બાળકીના સારવાર કરી રહેલા બાળ રોગ નિષ્ણાત ડૉ. રાઘવેન્દ્રએ જણાવ્યું હતું કે, બાળકીના સબંધીઓએ કહ્યું હતું કે ગરમ સાલિયાણાં ડામ દીધા બાદ તેની સ્થિતિ ખરાબ થઇ ગઈ છે. તેના શરીર પર દાઝ્યાનાં નિશાન છે.
અજાણ્યા તાંત્રિકે તેને ગરમ સળિયાના ડામ દીધા હતા. બાળકીની હાલત નાજુક છે. તેની સારવાર ચાલી રહી છે. આ મામલે અમે પોલીસ અને ઉચ્ચ અધિકારીઓને જાણ કરી છે.
અઢી વર્ષમાં 20 થી વધુ કેસ
ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા ભલવાળા જિલ્લાના માંડલ ઉપખંડના લુહારિયા ગામમાં 5 મહિનાની એક બાળકીને પણ આવી જ રીતે ગરમ સળીયાથી ડામ આપવામાં આવ્યા હતા. જેને કારણે બાળકીનું મોત થયું. છેલ્લા અઢી વર્ષમાં ભીલવાડામાં 20 થી વધુ માસુમ બાળકોને ન્યુમોનિયાની સારવારના નામે ગરમ સળિયાના ડામ આપવામાં આવી હોવાની ઘટનાઓ સામે આવી છે. જેમાંથી 6 બાળકોના મોત નીપજ્યાં છે.
ગરમ સળિયાના ડામ આપવાની ઘટના સંદર્ભે બનેડા, રાયપુર, કાછોલા અને બિજૌલિયાં પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયા છે. જેમાં તાંત્રિક વિધિના નામે ડામ આપનારા તાંત્રિક અને માસુમોના સબંધીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. આ તમામ કેસ હાલમાં કોર્ટમાં વિચારાધીન છે.