તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા માં ‘જેઠાલાલ’ ની ભૂમિકા ભજવનાર દિલીપ જોશીએ કોરોના રોગચાળા અંગે એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે લોકોનું જીવન ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેમને વિશ્વાસ છે કે આ રોગ નાબૂદ થઈ જશે. દિલીપ જોશીએ વધુમાં કહ્યું કે, ‘લોકોએ પોતાની ફરજ જવાબદારી પૂર્વક નિભાવવી જોઈએ અને બધા સાથે સામાન્ય અને સહકારપૂર્ણ સંબંધ જાળવવો જોઈએ. સરકારોને દોષી ઠેરવવાથી કંઈ થશે નહીં.
તેમણે એમ પણ કહ્યું હતું કે જ્યારે લોકડાઉન સમાપ્ત થઈ જાય ત્યારે લોકોને જાગૃત રહેવાની જરૂર છે. લોકોએ અહીં અને ત્યાં આવા જવાથી બચે. દિલીપ જોશી કોરોના રોગચાળાની વધતી અસર વિશે આ કહેતા હતા. જો આપણે નિયમોનું પાલન ન કરીએ તો આ ક્યારેય ખત્મ નહીં થાય. આપણે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવું જ પડશે. માસ્ક પહેરવું જ પડશે. વેક્સિનેશન કરાવી જ પડેશે.
આ સાથે દિલીપ જોશીએ કહ્યું છે કે દરેક વ્યક્તિએ નિયમિત પણે નાસ લેવી જોઈએ અને સ્વસ્થ રહેવું જોઈએ. કોરોનાનાં મામલા ઓછા થવા પર સાવધાની બરતવાથી ચુકવું ન જોઈએ.
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા નું શૂટિંગ હાલમાં બંધ કરાયું છે. આ માટે તેમણે કહ્યું કે, ‘કામ છે, ફરી એકવાર શરૂ થઈ જશે, પરંતુ લોકોનું જીવન ખૂબ મહત્વનું છે. તે પ્રાધાન્યમાં છે, જે લોકો બીજા રાજ્યમાં શૂટિંગ કરી રહ્યા છે. તેઓ ખૂબ કાળજી લેતા હોવા જોઈએ. હું ભગવાનમાં વિશ્વાસ કરું છું. આ રોગચાળો ઉતારી દિધી છે. તમામ વિકાસ, તકનીકી, પૈસા, તમારું નામ બધું ત્યાં ને ત્યાં રહી ગયું.
કુટુંબ અને સ્વાસ્થ્ય સિવાય કંઈપણ મહત્વનું નથી. આપણે આ વાત સમજવી પડશે. ધૈર્ય અને સંયમ રાખવું પડશે, કોઈ પણ વસ્તું નિશ્ચિત નથી, આ પણ એક દિવસ સમાપ્ત થઈ જશે. ‘ દિલીપ જોશી એક લોકપ્રિય કલાકાર છે. તેમણે ઘણી ફિલ્મોમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે.