Sun. Dec 22nd, 2024

દાહોદ:BTPના કાર્યાલય ખાતે નર્સિંગની વિદ્યાર્થીનીઓએ BTP પ્રમુખને શિષ્યવૃતિની માંગ સાથે આવેદનપત્ર આપ્યું

તા.15/02/2022ના રોજ ક્રિસ્ટન નર્સિંગ કોલેજ હૈદ્રાબાદ ખાતે જી.એન.એમ નર્સિંગ કોર્ષ કરતી દાહોદ જિલ્લાની અને  ગુજરાત રાજ્યની આદિવાસી વિસ્તારની ગરીબ કુટુંબમાંથી આવતી દીકરીઓ વર્ષ 2019માં પ્રથમ વર્ષમાં જી.એન.એમ નર્સિંગમાં ત્રણ વર્ષ ના કોર્ષ માં જોડાયેલ,તેમનો અભ્યાસ સારી રીતે હૈદ્રાબાદ નર્સિંગ કોલેજ ખાતે ચાલી રહેલો.અને અભ્યાસ કરતા તેમની પ્રથમ વર્ષની શિષ્યવૃતિ સમાજ કલ્યાણ વિભાગ  ગુજરાત સરકારે મંજુર કરી હતી.અનેવિદ્યાર્થીનીઓના ખાતામાં જમાં થઈ હતી.પરંતુ બીજા વર્ષ(2020-21)અને ત્રીજા વર્ષ(2021-22) ની શિષ્યવૃતિ આજ દિન સુધી સમાજ કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલ નથી.જેને લઈ ને આદિવાસી દીકરીઓ દ્વારા BTP કાર્યાલય ખાતે આવેદન પત્ર સાથે રજુઆત કરી હતી અને BTP પ્રમુખ દેવેન્દ્રભાઈ મેડા દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું કે તમારી રજૂઆતો ઉચ્ચ કક્ષાએ પહોસાડીશું અને ગરીબ આદિવાસી દીકરીઓને ન્યાય અપાવીશું. અને એક બાજુ સરકાર દિકરી ભણાવો દેશ બચાવોની વાતો કરે છે અને બીજી બાજુ દિકરીઓનું શોષણ થાય છે.ગરીબ આદિવાસી દીકરીઓને ઉપરોક્ત અભ્યાસ કરવાની કોલેજ ફી ટ્યુશન ફી હોસ્ટેલ ફી વગેરે ભરવાની હોય છે.જે શિષ્યવૃતિ મળ્યા વગર ફી ક્યાંથી ભરે શકે. ફી ના ભરી શકવાના લીધે કોલેજના સંચાલકો બેસવા નથી દેતા એના કારણે ગરીબ આદિવાસી દિકરીઓનો શિક્ષણ બગડી રહ્યું છે.ગરીબ આદિવાસી દિકરીઓનું ભવિષ્ય છીનવાઈ રહ્યું છે.

Related Post

Verified by MonsterInsights