દેશની રાજધાની દિલ્હીની રોહિણી કોર્ટમાંથી આજે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં કોર્ટના રૂમ નંબર 102માં બ્લાસ્ટ થતાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે આ દરમિયાન દિલ્હી પોલીસ અને ફાયર કર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ સાથે દિલ્હી પોલીસે ઘટના સ્થળને કોર્ડન કરીને વિસ્તારની સુરક્ષા વધારી દીધી છે.
આ સિવાય રોહિણી કોર્ટમાં ચાલી રહેલા તમામ કેસોની સુનાવણી રોકી દેવામાં આવી છે. ત્યારે દિલ્હી પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. હકીકતમાં દિલ્હી ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, રોહિણી કોર્ટમાં સવારે 10:40 વાગ્યે બ્લાસ્ટનો કોલ આવ્યો હતો, ત્યારબાદ 7 ફાયર ટેન્ડરોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. સાથે જ આ કેવો બ્લાસ્ટ છે તેની તપાસ કરવામાં આવી રહી છે.