Fri. Nov 22nd, 2024

દેશની પ્રથમ રેપિડ ટ્રેન દોડવા માટે તૈયાર, દિલ્હી-સાહિબાબાદ વચ્ચે ટ્રાયલની તૈયારી

દિલ્હી-મેરઠ Regional Rapid Transit System (RRTS) એ 82.15 km (51.05 mi) લાંબો અને અર્ધ હાઈસ્પીડ રેલ કોરિડોર છે જે દિલ્હી, ગાઝિયાબાદ અને મેરઠને જોડે છે. હાલ તેનું કામ ચાલી રહ્યું છે. રેપિડ રેલની ટ્રાયલ આ વર્ષે ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે.

National Capital Region Transport Corporation (NCRTC)એ દેશની પ્રથમ રેપિડ રેલને પાટા પર દોડાવવામાં આવી રહી છે. તેનું સંચાલન દિલ્હીના સરાયકાલે ખાનથી ગાઝિયાબાદ થઈને મેરઠ સુધી કરવામાં આવશે. સૌ પ્રથમ, રેપિડ ટ્રેનની ટ્રાયલ દુહાઈથી સાહિબાબાદ વચ્ચે હાથ ધરવામાં આવશે, જે ઓગસ્ટ મહિનાથી ડિસેમ્બરના અંત સુધી ચાલવાની સંભાવના છે. જો ટેસ્ટ સફળ થશે તો વર્ષ 2023ની શરૂઆતથી આ સ્ટેશનો વચ્ચે ટ્રેનનું સંચાલન કરવામાં આવશે. આ પછી ટ્રેનને મેરઠ સુધી ચલાવવામાં આવશે.

રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ હેઠળ ચાલતી રેપિડ રેલમાં બે પ્રકારની ટ્રેનો દોડાવવામાં આવશે. પહેલી ટ્રેન મોદીપુરમથી બેગમપુર-પ્રતાપપુર થઈને દિલ્હીના સરાય કાલે ખાન સુધી ચાલશે. જેનું નામ રેપિડ રેલ છે. બીજી મોદીપુરમથી પ્રતાપપુર વાયા બેગમપુર સુધી ચાલશે, જેને મેરઠ મેટ્રો એટલે કે MTS નામ આપવામાં આવશે. રેપિડ રેલની સંખ્યા 30 સુધી હશે. દર 10 મિનિટે એક ટ્રેન આવતી-જતી રહેશે. 160 કિમીની સ્પીડ સાથે આ રેપીડ રેલ 40 મિનિટમાં લોકોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડશે.

પ્રથમ તબક્કામાં, દિલ્હી અને દુહાઈ (ગાઝિયાબાદ) વચ્ચે રેલવે કોરિડોરનું નિર્માણ ઝડપથી પૂર્ણ થઈ રહ્યું છે અને તે અંતિમ તબક્કામાં છે. દેશની પ્રથમ પ્રાદેશિક રેપિડ રેલ દુહાઈ ડેપોમાં એસેમ્બલ કરવામાં આવી છે. 6 મોટા ટ્રેલર પર લોડ કરીને આ ડેપોમાં ગુજરાતમાંથી રેલ બોગી લાવવામાં આવી હતી. ટ્રેનને ગુજરાતના સાવલી પ્લાન્ટથી રાજસ્થાન-હરિયાણા થઈને ગાઝિયાબાદ લાવવામાં આવી છે. એન્જિનિયરોની ટીમે સોમવારે આખી ટ્રેનને એસેમ્બલ કરી અને પછી તેને પાટા પર મૂકી દીધી છે.

રેપિડ રેલનો સૌથી મોટો ડેપો દુહાઈ (ગાઝિયાબાદ)માં તૈયાર છે. અહીં મશીનરી બિલ્ડીંગમાંથી ઓપરેટ કરવામાં આવશે. આ ડેપોમાં કુલ 17 રેલવે લાઈનો બનાવવામાં આવી છે, જેમાં 11 સ્ટેબલીંગ લાઈનો, 2 વર્કશોપ લાઈનો, 3 ઈન્ટરનલ વે લાઈનો અને 1 હેવી ઈન્ટરનલ લાઈનનો સમાવેશ થાય છે.

આ રેપિડ રેલ હાઈસ્પીડ એરોડાયનેમિક રેલ છે. તેનો આગળનો ભાગ લાંબા નાક જેવો છે, જેથી તેને હવામાં ઝડપથી ચલાવી શકાય. રેપિડ રેલ આકર્ષક આધુનિક ડિઝાઇન સાથે બનાવવામાં આવી છે. તેમાં રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ છે જે વીજળી ઉત્પન્ન કરશે.

આ રેલ સંપૂર્ણ સ્વચાલિત ટ્રેન સુરક્ષા, સ્વચાલિત નિયંત્રણ અને સ્વચાલિત કામગીરીથી સંપન્ન હશે. વચ્ચે બેસવા માટે સીટ અને ઊભા રહેવાની જગ્યા હશે

આ સાથે ટ્રેનના કોચમાં મુસાફરોનો સામાન રાખવાની પણ જગ્યા હશે. CCTV કેમેરા, લેપટોપ-મોબાઇલ ચાર્જિંગ સુવિધા, ડાયનેમિક રૂટ મેપ રીડિંગ, વેન્ટિલેશન અને એર કન્ડિશન સિસ્ટમ વગેરે પણ પ્રવાસને શાનદાર બનાવશે. જેમાં બે કોચ સ્ટાન્ડર્ડ કલાસ અને ટીમના સભ્યો માટે તેમજ એક કોચ મહિલાઓ માટે આરક્ષિત રહેશે.

Related Post

Verified by MonsterInsights