Sat. Dec 21st, 2024

દોઢ વર્ષથી પત્ની અને તેની ત્રણ માસૂમ બાળકીઓને ઘરમાં કેદ, જાણો શું છે સમગ્ર મામલો

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં પોતાની પત્નીને કથિત રીતે યૌણ ઉત્પીડન કરવા અને લગભગ દોઢ વર્ષથી પત્ની અને તેની બાળકીઓને ઘરમાં બંધ રાખવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

ઘરની બહાર મળ્યો હતો ‘મદદ’ પત્ર

એક પોલીસ અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે સોમવારે પોલીસે પંઢરપુર શહેરના ઝાંડે ગલી વિસ્તારમાં એક મકાનમાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન ત્યાંથી એક મહિલા અને તેની ત્રણ પુત્રીને બહાર કાઢવામાં આવી હતી. મહિલાના પતિની ધરપકડ ભારતીય દંડ સંહિતાની જણાવ્યું કે, આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એક મહિલાના તે ઘની બહાર કાગળનો એક ટુકડો મળી આવ્યો હતો, જેના પર મદદ માંગવામાં આવી હતી. મહિલાએ આ વિશે પોલીસને જાણકારી આપી હતી.

ઘણી વખત ગર્ભપાત કરાવવા કરી મજબૂર

ત્યારબાદ પંઢરપુરના નિર્ભયા દસ્તેએ ઘર પર નજર રાખવાનું શરૂ કર્યું અને પીડિતોને ત્યાંથી બહાર કાઢ્યા. મહિલાની પુત્રીની ઉંમર 8 વર્ષ થી 14 વર્ષ વચ્ચે છે. આ મામલે તપાસ દરમિયાન પીડિત મહિલાએ પોલીસને જણાવ્યું કે, પુત્રનો જન્મ ન થતા નારાજ પતીએ તેને ઘરની અંદર એક રૂમમાં દોઢ વર્ષથી કેદ કરી રાખી હતી. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું કે, પતિ તેનું યૌન ઉત્પીડન કરતો હતો. તેણે જણાવ્યું કે, પતિએ તેનો ઘણી વખત ગર્ભપાત કરાવવા મજબૂર કરી છે.

Related Post

Verified by MonsterInsights