Mon. Dec 23rd, 2024

નીતિન પટેલએ કરી PM મોદી સાથે મુલાકાત,શું મળશે કોઈ મોટી જવાબદારી !

ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચના બાદ જે સિનિયર નેતાઓને મંત્રીમંડળમાંથી દૂર રખાયા છે તેમને શું જવાબદારી સોંપવામાં આવશે તેની ચર્ચાઓ થતી રહે છે. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે તમામ નેતાઓની ભૂમિકાઓને લઇ પહેલાથી બધો વિચાર કરી લીધો છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. સોશિયલ મીડિયામાં તેમણે આ મુલાકાત અંગે પોસ્ટ પણ કરી હતી. પ્રધાનમંત્રી સાથેનો ફોટો પણ પોસ્ટ કર્યો હતો.

બંને નેતાઓ વચ્ચે અંદાજે 40 મિનિટ જેટલી બેઠક ચાલી હતી. એકબાદ એક ગુજરાતના નેતાઓ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી રહ્યાં છે. આગામી સમયમાં તેમની ભૂમિકાઓને લઇને પ્લાન અંગે ચર્ચા કરવામાં આવી હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે સ્થાનિક સમીકરણો પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નીતિન પટેલે જે ફોટો પોસ્ટ કર્યો તેમાં PM મોદીના અત્યાર સુધીના ફોટોગ્રાફમાં ના જોવા મળેલું બ્રેકગ્રાઉન્ડ જોવા મળી રહ્યું છે. નીતિન પટેલ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના નિવાસસ્થાન સ્થિતિ કાર્યાલય ખાતે બંને નેતાઓ વચ્ચે મુલાકાત થઇ હતી.

સામાન્ય રીતે નીતિન પટેલના મોઢા પરથી તેમની સ્થિતિ અંગે ભાસ લગાવવો ઘણો મુશ્કેલી હોય છે. તેમના ચહેરા પરથી દુઃખની લાગણી કળવી ઘણી મુશ્કેલ છે. પરંતુ પ્રધાનમંત્રી સાથેના ફોટોમાં તેઓ ખુશખુશાલ મુદ્રામાં દેખાઇ રહ્યાં છે. તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે, નાયબ મુખ્યમંત્રી પદ છોડ્યા બાદ તેમના મનમાં જે અટકળો ચાલી રહી હતી તેના અંગે તેમણે પ્રધાનમંત્રી પાસેથી ઉકેલ મેળવી લીધો છે. આગામી સમયમાં તેમની ભૂમિકાઓને લઇ પણ પ્રધાનમંત્રીએ તેમની સમક્ષ સ્પષ્ટતા કરી દીધી હોય તેવુ લાગી રહ્યું છે.

નીતિન પટેલ આ વખતે એકદમ અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. તેમણે લીલા રંગની કોટી પહેરી હતી. જે અત્યાર સુધી ક્યારેય નથી પહેરી એટલે કે આ કલરની કોટીમાં તેઓ ક્યારેય દેખાયા નથી. એનો અર્થ એ થાય છે કે હવે તેમની મુંઝવણો દૂર થઇ છે. તેઓ જ્યારે પ્રધાનમંત્રીને મળવા ગયા ત્યારે તેમણે અગાઉથી જ પોતાના પ્રશ્નો તૈયાર કરી લીધા હતા અને તેમને પ્રધાનમંત્રી પાસેથી જ તેના યોગ્ય જવાબ મળશે તેની આશા હતી. સામાન્ય રીતે નીતિન પટેલ વાદળી, કાળી કે કેસરી રંગની કોટી પહેરવાનું પસંદ કરતા હોય છે.

નીતિન પટેલ તેમની આગામી ભૂમિકાઓને જનતા સમક્ષ સ્પષ્ટતા નથી કરી પરંતુ તેમના હાવભાવથી પરથી સ્પષ્ટ થાય છે કે, તેઓ હવે રાજકારણમાં પોતાની ભૂમિકાઓને લઇ એકદમ સ્પષ્ટ થઇ ગયા છે.

Related Post

Verified by MonsterInsights