તામિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર ક્રેશ થવાથી CDS બિપિન રાવત સહિત 14 લોકોના મોત થઈ ગયા છે. CDS બિપિન રાવતના પત્ની મધુલિકા રાવત પણ હેલિકોપ્ટરમાં સવાર હતા. CDS બિપિન રાવત સહિત 14 ભારતીય વાયુસેનાના જવાનોના નિધનના સમાચાર બાદ સપૂર્ણ દેશમાં શોકનો માહોલ છે. તો પાડોશી દેશ પાકિસ્તાને CDS બિપિન રાવતના નિધન પર પોતાનો શરમજનક ચહેરો દુનિયાને દેખાડી દીધો છે. બુધવારે બપોરે ઘટના બાદ જ્યારે માત્ર હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થવાના સમાચાર આવ્યા તો પાકિસ્તાનના લોકો ટ્વીટર પર દુઃખી હતા.
તેઓ પૂછી રહ્યા હતા કે, આખરે અકસ્માતમાં બિપિન રાવતનું મોત કેમ ન થયું અને જેવા જ બિપિન રાવત અને તેમના પત્નીના મોતના સમાચાર સામે આવ્યા એક ટ્વીટર યુઝરે દુર્ઘટના પર ખુશી વ્યક્ત કરતા તેને સેલિબ્રેશન માનવવાનો દિવસ બતાવ્યો. ઇસ્લામબાદના રહેવાસી મુહમ્મદ અકિફે બિપિન રાવત માટે ‘નર્ક’ની કામના કરી અને તેમના માટે અપશબ્દ પણ કહ્યા. એક અન્ય ટ્વીટર ઉપયોગકર્તા જેના બાયોમાં લખ્યું છે ‘હિન્દુત્વ પ્રશંસક’ નથી અને પોતાને એક મુસ્લિમના રૂપમાં ઓળખે છે.
તેણે કહ્યું કે, બિપિન રાવતના મૃત્યુ પર દુઃખી થવાનું કોઈ કારણ નથી કેમ કે કોઈ બીજું જગ્યા લેશે. આ આપણા માટે મિની ઈદ છે. એટલું જ નહીં કેટલાક યુઝર્સે જનરલ બિપિન રાવતના મોતના સમચારોની મજાક ઉડાવતા મીમ્સ શેર કર્યા. બિપિન રાવતના મોતના સમાચાર શેર કરતા પાકિસ્તાનના એક ટ્વીટર યુઝરે લખ્યું કે, તેની પાછળ ભારતીય વાયુ સેનાનો હાથ છે. એક યુઝરે લખ્યું કે, દુર્ઘટના પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે કેમ કે તેઓ વર્ષ 2022ની ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા સહાનુભૂતિ મેળવવા માગે છે.
પાકિસ્તાની સેનાએ પોતાના સત્તાવાર ટ્વીટર અકાઉન્ટ પરથી ટ્વીટ કરી કે, ‘જનરલ નદીમ રજા, જનરલ કમર જાવેદ બાજવા અને ચીફ ઓફ ધ આર્મી સ્ટાફ (COAS) ભારતમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં CDS જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને અન્ય લોકોના દુર્ભાગ્યપૂર્ણ મોત પર પોતાની સંવેદનાઓ વ્યક્ત કરીએ છીએ. તામિલનાડુના કુન્નુરમાં થયેલા હેલિકોપ્ટર અકસ્માતમાં ચીફ ડિફેન્સ ઓફ સ્ટાફ એટલે કે CDS જનરલ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવતનું નિધન થઈ ગયું.